8 માર્ચ - વિશ્વ મહિલા દિન
આપણા ઇતિહાસમાં અનેક અમર નારીપાત્રો જોવા મળે છે. પતિવ્રતા સ્ત્રી સતી સીતાએ પતિ માટે રાજમહેલનો વૈભવ છોડી વનનો વિક્ટ માર્ગ સ્વીકાર્યો. લક્ષ્મણની પત્ની ઉર્મિલાનો ત્યાગ પણ નાનોસૂનો નથી.
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમતેતંત્ર દેવતા :
યત્રૈતા ન તુ શજ્યન્તે સર્વસ્તત્રાકલા : ક્રિયા :।।
જ્યાં સ્ત્રીઓ પૂજાય છે. ત્યાં દેવો આનંદ પામે છે. પરંતુ જ્યાં સ્ત્રીઓનું સન્માન થતું નથી. ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ જાય છે. (મનુસ્મૃતિ અ.૩/૫૬)
જે કુળમાં બહેન, દીકરી, દેરાણી, જેઠાણી, તેમ જ સાસુ, નણંદ વગેરે સ્ત્રીઓ શોક કર્યા કરે છે તે કુળ ઝટ નાશ પામે છે. જે કુળમાં તેઓ શોક કરતી નથી તે કુળ સર્વદા વૃદ્ધિ પામે છે. (મનુ. અ.૩/૫૭)
સત્કાર ન પામેલી બહેન આદિ સ્ત્રીઓ જે ઘરોને શાપ આપે છે, તે ઘરો જાણે કૃત્યાથી હણાયેલાં હોય તેમ ચારે કોરથી વિનાશ પામે છે.
આથી ઐશ્વર્યની ઇચ્છાવાળા પુરુષોએ એ સ્ત્રીઓને સત્કારજીસંગોએ તથા ઓચ્છવટાણે સદા વસ્ત્રાલંકારોથી અને ખાનપાનથી સત્કારવી. (મનુ. અ.૩/૫૯)
સ્ત્રી એ વાત્સલ્યની મૂર્તિ છે, પ્રેમની પ્રતિકૃતિ છે. સમાજના અને દેશના ઘડતરમાં સ્ત્રીઓનો ફાળો નાનો-સૂનો નથી.
' જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.' સંસ્કારી દીકરી પિયર અને સાસરાને એમ બે કુળને તારે છે. નારીનું જીવન સેવા, સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે.
આપણા ઇતિહાસમાં અનેક અમર નારીપાત્રો જોવા મળે છે. પતિવ્રતા સ્ત્રી સતી સીતાએ પતિ માટે રાજમહેલનો વૈભવ છોડી વનનો વિક્ટ માર્ગ સ્વીકાર્યો. લક્ષ્મણની પત્ની ઉર્મિલાનો ત્યાગ પણ નાનોસૂનો નથી.
સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા ધર્મના બળ વડે પોતાના મૃત પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યો. સતી અનસૂર્યાએ પોતાના સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બાળકો બનાવ્યા.
ગાંધીજીએ સ્ત્રી શિક્ષણને મહત્ત્વ આપીને આઝાદીની લડતમાં સામેલ કરી. સમાજસુધારક રાજા રામમોહનરાયે સતીપ્રથાની નાબુદી કરી અને કન્યા કેળવણીને મહત્ત્વ આપ્યું. આજે તો સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને સમાજના તમામ ક્ષેત્રોમાં નોકરી કરતી થઈ છે.
પોલેન્ડ દેશમાં જન્મેલા અને ફ્રાંસમાં પોતાનું કાર્ય કરનાર તથા વિશ્વને કલ્યાણકારી શોધો આપનાર એક મહાન સ્ત્રી-વૈજ્ઞાાનિકની આપણે વાત કરીએ, તે છે માદામ (મેડમ) મેરી કયુરી. આ નારીરત્નનો જન્મ આજથી દોઢસો વર્ષ પહેલાં થયો હતો. વિજ્ઞાાનનો વિષય તેને ખૂબ ગમતો. નાનકડી ઓરડીમાં એકલી રહેતી, સાદુ જમતી અને સાદુ જીવન જીવતી મેરીને 'ફુરસદ' શબ્દ શું છે તેની ખબર જ ન હતી. પેરીસમાં ફિઝિક્સની પદવી લીધા પછી જીવનમાં માતૃત્વની મોટી જવાબદારી ઉમેરાઈ. મેરીની ખાસિયત હતી કે કોઈક મોટું ધ્યેય ઉપાડવું, અને તેમાંથી પાછા ન ફરવું. જેમાં બહુ સંશોધનો થયા ન હતા તેવા વિષય પર રીસર્ચ કરી આ શક્તિને મેરી ક્યુરીએ 'ઇટ્વર્ઙ્ઘૈ છષ્ઠંૈદૃૈંઅ' (રેડીઓ એક્ટીવીટી કિરણોત્સર્ગ) નામ આપ્યું. સ્થિતિ પ્રતિકૂળ હતી. પરંતુ પ્રયોગનિષ્ઠા પહાડ જેવી અડીખમ હતી. ત્યાર બાદ મેરીએ 'રેડીયમ' શોધી કાઢયું. ધન્ય છે તે મેરી ક્યુરીને જેમણે વિપત્તિઓને ભેટવાનું પસંદ કર્યું. પણ વિજ્ઞાાનનો વેપાર ન કર્યો.
જો સ્ત્રી ધારે તો શું ન કરી શકે ? સ્ત્રી એટલે જ શક્તિ. ' જીરી 'માં 'ઁી' સમાઈ જાય છે અને 'ઉર્દ્બટ્વહ'માં'સ્ટ્વહ' સમાઈ જાય છે.
- અંજના મહેતા