અમૃતવાણી .

- ગુસ્સો, અક્કલને ખાય જાય, અહંકાર મનને ખાય જાય. લાલચ 'ઇમાન'ને ખાય જાય. ચિંતા આયુષ્યને ખાય જાય.
- દુઃખી થવાના તો અનેક રસ્તા છે. પણ સુખ (નિરાંત) પામવાનો માત્ર એક જ રસ્તો છે. ભૌતિક સુખ પાછળ દોડવાનું બંધ કરો.
- આ દુનિયામાં કોઈ કોઈનું ભલું કે ભુંડુ કરી શકતું નથી. આ બધું જ નિમિત માત્ર હોય છે, જીવ માત્ર પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યો છે, માટે આપણા દુઃખ માટે અન્યને દોષીત માનવા નહિ.
- જ્ઞાન મેળવવું બહું અઘરૃં નથી, પણ અજ્ઞાન છોડવું બહુ અઘરૃં છે.
- રેડીયો સ્ટેશન બંધ થઈ જાય. પછી રેડિયો ખોલીયે તો કોઈ ગીત કે સંગીત ન વાગે. કારણ ? રેડીયો સ્ટેશન બંધ થઈ ગયું છે. કંઈક આમ જ યુવાની જતી રહે, વૃધ્ધાવસ્થા આવે. પછી કાનનું સ્ટેશન બંધ થાય. આંખનું સ્ટેશન બંધ થાય. બધી ઇન્દ્રીયોના સ્ટેશન બંધ થઈ જાય ત્યારે ભજન તો ક્યાંથી થાય. તો આવી પરિસ્થિતી આવે તે પહેલા જાગી જઈ, પ્રભુભક્તિ ભજન કરી લેવું.
- પચાસ પહેલા જે ખાઈએ, એ પચી જાતુ, પચાસ પછી, જે પચે તે ખાવું, નહિંતર દવાઓ ખાઇખાઇને શરિર જ દવાખાનું બની જશે.
- ધનજીભાઈ નડીઆપરા









