Magazines

અમૃતવાણી .

By GS TEAM
18 Mar 20261 min read
અમૃતવાણી                                                                                      .

- આંખોનો અંધાપો કરતાં, ભીતરનો અંધાપો વધુ અંધકારઘેરો હોય છે.

- વખતની કરકસર, દ્રવ્યની કરકસર કરતાં વધુ કિંમતી છે. ગુમાવેલું ધન કોઈ દિવસ પાછું મળવાની સંભાવના હોય છે. પણ ગુમાવેલો સમય કદી પાછો આવતો નથી.

- સુખી થવું હોય તો, જરૂરિયાત ઓછી રાખો, જે મળ્યું તેમાં સંતોષ માનો. સંતોષી નર સદાય સુખી.

- Life should be evergreen જીવનરૂપી બાગને ધર્મ, ભક્તિ, કર્તવ્ય કર્મ, દયા, દાન, ઉપકાર, માનવસેવા રૂપી જળ પાઈને લીલોછમ રાખો.

- જીવનરૂપી ઝરણું નિરંતર વહેતું રાખો ક્યાંય અટકો નહિં, જેમ ઝરણું ઝાડી ઝાંખરા, ખાડા, ટેકરા વચ્ચે અવિરત વહ્યા જ રાખે છે. તેમ આપણું જીવન પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સતત વહેતું રહેવું જોઈએ.

- જેનો ભાવ સુધર્યો તેનો ભવ સુધર્યો અને તેનો આ લોક અને પરલોક બંને સુધર્યા.

- કરેલા કામ અને દીધેલા દાન કદી નિષ્ફળ જતાં નથી.

- ચંદન શરીરને શીતળ બનાવે. વંદન હૃદયને શીતળ બનાવે.

- માફ કરવું ઉત્તમ, માફ કરીને ભુલી જવું સર્વોત્તમ.

- વાસના વિષ છે. ઉપાસના અમૃત છે.

- ધનજીભાઈ નડીઆપરા