અમૃતવાણી .

- પ્રવાસમાં પ્રભુ સાથે રહે તો તેને યાત્રા કહેવાય, ભોજનમાં પ્રભુ સાથે રહે તો તેને પ્રસાદ કહેવાય, ઘરમાં ઇશ્વર સાથે વસે તો તેને મંદિર કહેવાય
(૧) જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે. તે ખોવાતી નથી, તેમ જ્ઞાની સંસારમાં ખોવાતો નથી.
(૨) નાસીપાસ ન થાઓ ઘણીવાર ઝૂડાની છેલ્લી ચાવી જ તાળું ખોલી આપે છે.
(૩) માણસ ભાગે છતાં એનો પડછાયો પીછો છોડતો નથી એમ એના પાપ એનો પીછો છોડતું નથી.
(૪) માણસની બધી મુસીબતો માત્ર બે કારણસર થાય છે. એક તે ભાગ્ય કરતા વધારે ઇચ્છે છે અને બીજું સમય કરતા વહેલું ઇચ્છે છે.
(૫) કોઈના સુખમાં નિમિત્ત બનો પણ ભાગીદાર નહિ. કોઈના દુ:ખમાં ભાગીદાર બનો પણ નિમિત્ત ન બનો.
(૬) પૈસો કમાવો અઘરો છે, બચાવવો તેનાથી પણ અઘરો છે, પણ વાપરવો સૌથી અઘરો છે.
(૭) ઘરમાં પાપનો એક પૈસો પણ પેસી જશે તો પુણ્યના બધા જ પૈસાને ખેંચી જશે.
(૮) સુખી થવા યાદ રાખો... રડવું નહિ, લડવું નહિ અને કોઈને નડવું નહિ.
(૯) વાટ અને દીવેલ જ્યારે તૈયાર હોય ત્યારે ગુરુ આવીને દીવો સળગાવે છે.
(૧૦) મનુષ્યને બોલવાનું શીખતા લગભગ બે વરસ લાગે છે પરંતુ શિખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે.
(૧૧) પ્રવાસમાં પ્રભુ સાથે રહે તો તેને યાત્રા કહેવાય, ભોજનમાં પ્રભુ સાથે રહે તો તેને પ્રસાદ કહેવાય, ઘરમાં ઇશ્વર સાથે વસે તો તેને મંદિર કહેવાય, પથ્થરમાં પરમાત્માની યાદ સમાય તો તેને શાલિગ્રામ કહેવાય.
(૧૨) ઘમંડી કે લીયે કોઈ ઇશ્વર નહિ, ઇર્ષ્યાળુ કા કોઈ પડોશી નહિ, ક્રોધી કા કોઈ મિત્ર નહિ.
(૧૩) પેટમાં ચાર દીકરા જેને ભારે ન પડયા એ માં દીકરાના ચાર ફલેટમાં ભારે પડે છે તો કોણ માનશે કે આ શ્રવણનો દેશ છે ?
(૧૪) જે દિવસે આપણાં મા-બાપ આપણા કારણે રડશે ત્યારે આપણે કરેલો ધર્મ પણ એ આંસુમાં વહી જશે.
(૧૫) મા-બાપની આંખમાં બે વાર આંસુ આવે છે, દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે.
(૧૬) ઘરમાં કોઈ ઘરડું સભ્ય હોય તો તેને 'ભાર' ને બદલે 'ભાગ્ય' સમજીએ, કારણ ઘરડું વૃક્ષ ભલે ફળ ન આપે, પણ છાંયડો તો અવશ્ય આપશે જ.
(૧૭) વિદ્યા તો રામે પણ ભણી હતી અને રાવણે પણ. એક દેવતા બની ગયો, બીજો બન્યો દાનવ.
(૧૮) મીઠું અને વીજળી પાણીમાંથી ઉત્પન્ન થાય છે, પણ તે પાણીથી લાચાર છે.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ









