અમૃતવાણી .

- ઝાડ પર વધારે ફળ આવે તો એની ડાળીઓ તૂટવા લાગે છે. બસ એજ રીતે માણસ પાસે હેસિયતથી વધારે આવી જાય એટલે સબંધ તોડવા લાગે છે.
- તમારુ શરીર સુંદર હોય કે ના હોય, શબ્દો હંમેશા સુંદર રાખવા કારણકે લોકો ચહેરો ભૂલી જશે પરંતુ તમારા શબ્દ ક્યારેય નહીં ભૂલે.
- કુટુંમ્બને કેમેરામાં ભેગુ કરીને રાખવું સહેલું છે. પણ એજ કુટુંબને ભેગુ રાખીને જીવવું ખુબ જ અઘરું છે.
- જીતવાની મજા ત્યારે આવે, જ્યારે બધા તમારી હારની રાહ જોઈને બેઠા હોય. તેથી પરિણામ ગમે તે આવે હિંમત ક્યારેય હારશો નહીં.
- વિશ્વનું સૌથી ઝેરી ઝેર ઇર્ષા, વિશ્વનું સૌથી બેસ્ટ મલમ-મધુર વાણી, વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી મા-બાપ, વિશ્વનો સૌથી મોટો શત્રુ નકારાત્મક મન, વિશ્વનું સૌથી મોટુ રહેવા લાયક સ્થળ કોઈનું હૃદય. વિશ્વની બધી જ તકલીફોનું એન્ટીબાયોટીક સારા મિત્રો.
- પૃથ્વી કરતા માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા ૩૬૫ દિવસ લાગે છે, અને માણસને ફરતા માત્ર ૧ મિનિટ!









