માનવ શરીરના અજાયબ અવયવ

* માણસની હોજરીમાં પેદા થતા પાચક એસિડમાં ધાતુ પણ ઓગળી જાય.
* માણસની ચામડીનું ઉપલું આવરણ બેથી ત્રણ અઠવાડિયામાં ઘસાઇને નવું આવે છે.
* માણસની આંખના લેન્સના કોષો, હૃદયના સ્નાયુઓ અને મુખ્ય મગજના જ્ઞાાનકોષો જીવનભર યથાવત્ રહે છે.
* મગજ ગડીઓ વાળેલા સ્નાયુ જેવું છે તેની ગડીઓ ખોલીએ તો લગભગ બમણા કદનું થાય.
* માણસના મગજમાં યાદશક્તિ કેન્દ્રમાં અબજો કોષો છે. તંદુરસ્ત માણસ ૨૫૦૦ જેટલા ચિત્રો માત્ર સેકંડ સુધી જુએ તો પણ ૯૦ ટકા ચિત્રો યાદ રહી જાય છે.
* માણસની આંખ લગભગ ૭૦ લાખ જેટલા જુદા જુદા રંગોને પારખી શકે છે.
* માણસની આંગળીના ટેરવાથી ૧૩ નેનો મીટર જેટલી સૂક્ષ્મ ખાંચ પણ અનુભવી શકાય છે.
* માણસનું હૃદય દર મિનિટે લગભગ પાંચ લિટર જેટલું લોહી પમ્પિંગ કરે છે.
* માણસના મૂછ અને દાઢીના વાળ અન્ય કરતા ઝડપથી વધે છે.
* નાનકડો અવાજ પણ માણસની આંખ અને કીકીને પહોળી કરે છે.
* માણસના પગમાં સૌથી વધુ પ્રસ્વેદ ગ્રંથિ હોય છે. એટલે જ પગ ઉપર પરસેવો વધુ વળે છે.









