Magazines

અલ્કા યાજ્ઞિકને પદ્મભૂષણ થોડું મોડું મળ્યાનો અફસોસ

By GS TEAM
11 Jun 20262 mins read
અલ્કા યાજ્ઞિકને પદ્મભૂષણ થોડું મોડું મળ્યાનો અફસોસ

- સમય અને અનુભવે મને ધીરજ અને સ્વીકારના પાઠ શીખવ્યા છે. જીવન પોતાનો પ્રવાહ જાતે નક્કી કરે છે અને ભાગ્ય યોગ્ય ઘડીએ જ પોતાની ગિફટ (ભેંટ) આપણી સમક્ષ ખુલી મુકે છે

તાજેતરમાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુના હસ્તે જાણીતી હસ્તીઓને પદ્મ એવોર્ડ્સ એનાયત થયા. એમાં બોલિવુડમાંથી સદ્ગત એક્ટર ધર્મેન્દ્રને મરણોતર પદ્મ વિભુષણ એવોર્ડ અપાયો, જે એમની બીજી પત્ની અને સાંસદ હેમા માલિનીએ સ્વીકાર્યો. જ્યારે સુરીલી સિંગર અલ્કા યાજ્ઞિાકે જાતે હાજર રહીને પદ્મભુષણનં  સમ્માન સ્વીકાર્યું. હેમાજી પોતાના સ્વર્ગસ્થ પતિ વતી એવોર્ડ સ્વીકારી એકદમ ભાવુક થયા. જ્યારે અલ્કા યાજ્ઞિાકે પોતાને પદ્મ ભુષણ એવોર્ડ મોડો મળ્યાનો અફસોસ વ્યક્ત કર્યો.

પદ્મભુષણથી વિભુષિત થઈને દિલ્હીથી મુંબઈ આવ્યા બાદ અલ્કા યાજ્ઞિાકે મીડિયા સાથે પોતાની ભાવના અને લાગણી શેર કરી. હિન્દી સિનેમાના કેટલક યાદગાર ગીતોને દાયકાઓ સુધી કંઠ આપનાર સિંગરને સમ્માન સ્વીકારતી વખતે એવું લાગ્યું કે 'આ મારી જીવનભરની ભક્તિનો શિરપાવ છે. એક આર્ટિસ્ટની આખા દેશવતી આવી કદર થાય એ દેશવાસીઓના સૌથી મોટા આશીર્વાદ છે.' પોતાની દાયકાઓ લાંબી સંગીત યાત્રા પર નજર કરતા અલ્કા કહે છે, 'સાચૂ પૂછો તો મ્યુજિક મારે મન કદી માત્ર એક વ્યવસાય નથી રહ્યો પણ મારા જીવનનો સાર બની રહ્યો છે. સંગીત મારા અસ્તિત્વનો આત્મા જ છે. બહુ વિનમ્ર ભાવે કહું તો મેં સંગીતને પસંદ નથી કર્યું, પણ એણે મને પસંદ કરી છે. જ્યારથી મારામાં શાન-ભાન આવ્યું ત્યારથી મ્યુજિક મારો કાયમી સાથી અને મિત્ર, મારું આશ્રયસ્થાન અને મારી અભિવ્યક્તિનું ઊંડામાં ઊંડુ માધ્યમ બની રહ્યું છે.'

પદ્મ ભુષણ એનાયત થવા બદલ કૃતજ્ઞાતા વ્યક્ત કરવાની સાથોસાથ વર્સેટાઈલ સિંગર નિખાલસ કબુલાત પણ આપે છે, મને અંતરાત્મામાં થોડીક એવી લાગણી પણ થાય કે મને આ સમ્માન થોડું મોડું મળ્યું છે. દિલની વાત કરું તો મારી અંદર બેસેલી વિમ્ર વ્યક્તિને એવું લાગે છે કે મારી આવી કદર થોડી વહેલી થવી જોઈતી હતી. મારું સમગ્ર જીવન સંગીતને સમર્પિત કર્યા પછી અને મારી કળા પ્રત્યેનું કર્તવ્ય પુરી પ્રામાણિકતા, શિસ્ત અને પ્રેમથી નિભાવ્યા બાદ મને એવી લાગણી થવી સ્વાભાવિક છે કે મારી આવી સ્વીકૃતિ થોડા અરસા પહેલા થવી જોઈતી હતી. એટલા માટે કે હું સમ્માનને લાયક હતી.'

પોતાનો વસવસો વ્યક્ત કર્યા પછી થોડીક જ મિનિટોમાં વાતને વાળી લેતા અલ્કા કહે છે, 'સમય અને અનુભવે મને ધીરજ અને સ્વીકારના પાઠ શીખવ્યા છે. જીવન પોતાનો પ્રવાહ જાતે નક્કી કરે છે અને ભાગ્ય યોગ્ય ઘડીએ જ પોતાની ગિફટ (ભેંટ) આપણી સમક્ષ ખુલી મુકે છે. આવું મોટું સમ્માન મળ્યા બાદ 'ક્યારે'નો સવાલ બેકગ્રાઉન્ડમાં ધકેલાઈ જાય છે.'