Get The App

અલબેલો સંગીતકાર સી. રામચન્દ્ર

- વિનાયક બુઆ પટવર્ધન પાસે સંગીત શિખ્યા

Updated: Dec 2nd, 2020

GS TEAM

Google News
Google News
અલબેલો સંગીતકાર સી. રામચન્દ્ર 1 - image

બેત્રણ ફિલ્મોમાં હિરો તરીકે કામ મળ્યું પણ નસીબમાં અમર સંગીત આપવાનું હતું એટલે સંગીતકાર બન્યા

''યે સમાં, યે બહાર કેહ રહી હૈ પ્યાર કર,

કીસીકી આરઝુ મેં અપને દિલ કો બેકરાર કર,

આ રહી હૈ યે સદા મસ્તીઓમેં ડૂબ જા,

યે જીંદગી ઉસીકી હૈ જો કીસીકા હો ગયા.''

પણ શું આ એવરગ્રીન ગીતના સર્જનમાં ફક્ત લતાના અવાજની જ કમાલ હતી ? કે એના ગીતકાર રાજેન્દ્ર ક્રિષ્ણ અને સંગીતકાર સી. રામચન્દ્રની પણ કમાલ હતી ? 

મહારાષ્ટ્રના પુટાન્બે નામના ગામમાં નરહરિ સીતલકરના ત્યાં રામચન્દ્રનો જન્મ. સાલ ૧૯૧૮ ૧૨મી જાન્યુઆરી, વિનાયક બુઆ પટવર્ધન પાસે સંગીત શિખ્યા. એ પછી સોહરાબ મોદીની ફિલ્મ કંપની મિનરવા મૂવીટોનના હબીલખાન અને બિંદુખાનના સાજીંદા તરીકે સેટ થઈ ગયા.

બેત્રણ ફિલ્મોમાં હિરો તરીકે કામ મળ્યું પણ નસીબમાં અમર સંગીત આપવાનું હતું એટલે સંગીતકાર બન્યા. એવામાં કુદરતનું કરવું તે રામચન્દ્રને 'ભગવાન'ના રૂપમાં 'ભગવાનદાદા' મળી ગયા. પછી તો બન્નેની યારી એવી જામી કે ભગવાનદાદાની ફિલ્મ હોય તો સંગીત રામચન્દ્રનું જ હોય. જોકે આ પહેલા રામચન્દ્રે ફિલ્મ 'શહેનાઈ'માં 'આજા મેરી જાન સન્ડે કે સન્ડે' ગાઈને લોકોનું ધ્યાન તો ખેંચ્યું જ હતું. કિંતુ 'અલબેલા'નું 'શોલા જો ભડકે' ગાઈને ભગવાન જેવા ભગવાન દાદાને ઝૂમતા કરી દીધા હતા. ભગવાનદાદાને 'ભગવાન' હું એટલે કહું છું કે, એમણે 'રામ'નો તો ઉદ્ધાર કર્યો જ હતો પણ સાથે સાથે 'મંથરા' બની લલીતાને થપ્પડ મારી હતી ! આ તો 'ભગવાન'ની થપ્પડ !

રામચન્દ્ર પહેલાં 'ચીતલકર' તરીકે ગીતો પણ ગાતા 'આઝાદ'નું ''કિતના હસી હૈ મૌસમ કિતના હસી સફર હૈ'' ગાઈને પ્રણય બેલડીઓને ઝૂમતી કરી દીધી હતી. અને 'આર.એન. ચીતલકર' તરીકે સંગીત આપતા. છેવટે સંગીતમાં જ પોતાનું શ્રેય જોયું એટલે સંગીતકાર બન્યા અને સી. રામચન્દ્ર તરીકે સંગીત આપવા લાગ્યા. આજ રામચન્દ્રે 'ઈના મીના ડીકા - ડાઈ માકા ડીકા' જેવું એલ્વીસ પ્રિસેની યાદ અપાવતું રોક એન્ડ રોલ ટાઇપ ગીત પણ ગાયું છે. રામચન્દ્ર તેમના સંગીતમાં કલોરોનેટ, ટ્રમ્પેટ નોબખૂબી ઉપયોગ કરી જાણતા.

એ સમયે એવું કહેવાતું કે રામચન્દ્રનું સંગીત એટલે સફળતાની સોએ સો ટકા ગેંરેટી. લતા દીદી ખુદ કબુલ કરે છે કે એ પુરેપુરા ખીલ્યા હોય તો બેજ સંગીતકારના સંગીતમાં - એક સી. રામચન્દ્રના બીજા મેલોડી માસ્ટર મદનમોહનના. લતા મંગેશકરની સર્વશ્રેષ્ઠ લોરી ધીરેસે આજા રે અખીંયન મેં નિદિંયા આજા રે આજા અલબેલાની અનુપમ લોરી સી. રામચન્દ્રની ધૂન ઉપર જ બની હતી.

સી. રામચન્દ્રના સંગીતની જાદૂઈ અસર જોવી હોય તો 'શિનશિનાહુ બબલા બૂ' જેવું વિચિત્ર નામ ધરાવતી ફિલ્મનું અવિસ્મીરણ ગીત ''તુમ ક્યા જાનો, તુમ્હારા પ્યારમેં હમ કિતના'' તથા ફિલ્મ 'સરગમ'નું કોઈ કિસીકા દિવાના ના બને તથા 'યાસ્મીન'નું ''મુઝપે ઈલ્જામ બેવફાઈ હૈ અય મહોબ્બત તેરી દુહાઈ હૈ'' તથા 'અમરદીપ'નું દિલ કી દુનિયા બસા કે તુમ ના જાનેમાં 'ખો... ગયે'નો લતાદીદીનો આલાપ, જાણે અષાઢી માહૌલમાં દાળવડાની જાયફત ! આવા ગીતો જ રામચન્દ્રની કાબેલીયતનો પરચો આપે છે. ૧૯૭૭ માં આવેલી પોતાની જીવનકથા 'માંઝ્યા જીવનયાચી સરગમ' આપનારે બીજું કશું જ ના કર્યું હોત કિંતુ અનારકલી - અલબેલા - પતંગા - યાસ્મીનનું સંગીત આવ્યું હોત તો પણ તેમનું નામ ભારતીય ચલચિત્રના ઈતિહાસમાં સુર્વણ અક્ષરે લખાત. 

સી. રામચન્દ્રને કોઈ ઈનામ અકરામ નહોતા મળ્યા. એમના મુકતદદરમાં સંગીત થકી લોકોના દિલમાં રાજ કરવાનું હતું. ૧૯૮૨માં પેપ્ટીક અલ્સરનો ભોગ બની તે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા.                   

  - યુસુફ મીર


Tags :