અલાયા એફ : મને તો સોશિયલ મિડીયા થકી ઘણો આનંદ મળે છે!

- અલાયા એફના નાકની આસપાસના ભાગ અંગે અનેક પ્રકારની અફવાઓ શરૂ થઈ ગઈ. સોશિયલ મીડિયાના નેટિઝન્સે તો પ્રશ્ન કર્યો કે અલાયાએ રાયનોપ્લાસ્ટી કરાવી છે કે શું?
અલાયા એફના નાકના દેખાવ પછી તો અટકળોનો એવો માહોલ સર્જાયો છેકે લોકોને તો તેનું આશ્ચર્ય થઈ રહ્યું છે. બન્યું છે એવું કે અલાયા એફના નાકની આસપાસના ભાગ અંગે અનેક પ્રકારની અફવાઓ શરૂ થઈ ગઈ. સોશિયલ મીડિયાના નેટિઝન્સે તો પ્રશ્ન કર્યો કે અલાયા એફએ તેના રાયનોપ્લાસ્ટી કરાવી છે? આ પ્રશ્ન પૂછાતાં તરત જ અલાયાએ સોશિયલ મીડિયા પર એવી વાત કરી કે 'મેં કશું કરાવ્યું જ નથી.' તાજેતરમાં જ્યારે અલાયાએ ફેશન વીકમાં રેમ્પ પર ચાલી રહી હતી ત્યારે તેણે સોશિયલ મીડિયાની બકબકને સંબોધિત કરી હતી કે 'મને તે મજેદાર લાગ્યું તેનાથી મને કોઈ તકલીફ પડી ન હતી કે મને કોઈ અસર થઈ ન હતી. હું આ પ્રકારની વ્યક્તિ નથી. આ સાથે જ અલાયાએ ઉમેર્યું કે 'મને લાગેે કે દરેક વ્યક્તિને જે લાગે તે કહેવાનો અધિકાર છે. તે સોશિયલ મીડિયાની શક્તિ છે અને તે એક દેશમાં અને એવી જગ્યામાં રહેવાની શક્તિ છે જ્યાં તમે જે અનુભવો છો તે કહી શકો છો. દરેક વ્યક્તિને જે જોઈએ તે કહેવાનો અધિકાર છે અને મને તેને હસી કાઢવાનો અધિકાર છે.'
એવા ઉદ્યોગમાં જ્યાં ઘણીવાર દ્રષ્ટિકોણનો ઉપયોગ થાય છે. અલાયા પ્રામાણિક બનવામાં માને છે. 'મને ખબર નથી કે બીજી કોઈ રીતે કેવી રીતે બનવું. મારો નિયમ છે કે તમે સત્ય કહો અથવા કંઈ જ ન બોલો. તમે મને ક્યારેય ખોટું બોલતા પકડી શકશો નહીં. તેથી જો મારી પાસે તેના વિશે કહેવા માટે કંઈ ન હોય. અથવા જો હું તેના વિશે બોલવા માગતી ન હોઉ તો હું કંઈ કહી શકું નહીં. મને લાગે છે કે જીવન ખૂબ ટુંકુ છે જેને આટલી ગંભીરતાથી લેવું ન જોઈએ. તે એક મનોરંજક વ્યવસાય છે તે એક મનોરંજક ઉદ્યોગ છે. સોશિયલ મીડિયા આનંદ છે. મને તેનો આનંદ આવે છે. હું તે બધુ થોડી હળવી રીતે લઉં છું,' એમ અલાયાએ ઉમેર્યું હતું.








