અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી
કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે.
આદુના રસમાં ચપટી હીંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે. કાંદા ન હોય તો આ નુસખો ઉપયોગી બને છે.
લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે.
મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે.
શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનપસ્તિ ઘી લગાડી દેવાથી ફોડલાં નહીં પડે.તેમજ બળતરા શાંત પડી જશે.
ઢોસાના ખીરામાં અડધું લીંબુ નિચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં.
પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે.
વરિયાળીનું ચુરણ અને સાકર સપ્રમાણ લઈ બરાબર ભેળવી દેવી ૮ થી ૧૦ ગ્રામ જેટલી માત્રા સવાર સાંજ ગરમ દૂધ સાથે દોઢ મહિનો ફાકવાથી માસિક સાફ આવશે તથા પીડાથી છુટકારો મળશે.
ગાયનું ઘી માથામાં ચોળી એક કલાક બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે.
રાતના બે ચમચા મધ અને એક પ્યાલામાં પાણીમાં ભેળવી હલાવીને પીવાથી શાંત અને ગાઢ નિંદ્રા આવે છે.
વાયુ કે કફ (આમ)ક દોષથી અંગ જકડાઈ ગયા હોય તો રાઈની