અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી
આદુના તાજા રસમાં આખી મેથીનું પલાળેલું પાણી તેમજ મધ ભેળવીને પીવાથી દમના દરદીને તાત્કાલિક ફાયદો થાય છે.
ચોખામાં ચૂનાનો ટુકડો મુકવાથી જીવાત નથી પડતી.
લીંબુ તથા સંતરાની છાલને સુકવી તેનો પાવડર બનાવી શીશીમાં ભરી રાખવો. મલાઇ વગરના દૂધમાં ભેળવીને લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે.અઠવાડિયામાં એક વાર કરવું.
માઇગ્રેનથી રાહત પામવા કોલીફ્લાવરને છૂંદી એક સુતરાઉ કાપડ પર પાથરી કપાળે મૂકવું. સવારે અથવા સાંજે ગમે ત્યારે મૂકી શકાય. સુકાઇ જાય એટલે નવી પેસ્ટ બાંધવી.
છોલે કે રાજમા પલાળતા ભૂલી ગયા હોય તો ઉકાળેલા પાણીમાં ચપટી સોડા નાખી પલાળી એક કલાક બાદ રાંધી શકાય છે.
ટામેટાના ડિટિંયા પર થોડુ ંમીણ લગાડીને રાખવાથી ટામેટા લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.
કારેલાની કડવાશ દૂર કરવા ભાતના ઓસાવેલા પાણીમાં અડધો કલાક પલાળી રાખીને રાંધવા.
ટામેટાનો સૂપ બનાવતી વખતે થોડુ ંગાજર પણ નાખવાથી રંગ તથા સ્વાદ બનને સુધરે છે.
તજનો ભૂક્કો અને હિંગ દુખતા દાંતની પોલાણમાં મુકવાથી રાહત થાય છે.
માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં ભરાવો થતા વાયુનો હોય છે.તેથીઅજમાનું ચુરણ લાભકારી નીવડે છે.૨૦ ગ્રામ અજમાના ચુરણમાં ૧૦ ગ્રામ સિંધવ ભેળવવું આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું.માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે.
ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.
હાથની સુદરતા જાળવી રાખવા માટે મલાઇમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસખો નિત્ય સૂતાં પહેલાં અજમાવવો.
પાકેલા પપૈયાનો ગર ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફથી છૂટકારો મળે છે.