અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી
કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન અંજીર સાથે ચાવી ચાવીને ખાવા
કુલ્ફી કે ખીરને ઘટ્ટ કરવા માટે દૂધમાં થોડી ખસખસ વાટીને નાખવી.
ઓછા તેલમાં તળેલા પાપડનો સ્વાદ માણવા પાપડને બન્ને બાજુએ તેલ ચોપડી તવા પર અથવા માઇક્રોવેવમાં શેકવો.
જુના ટુવાલને ચારે બાજુથી બરાબર સીવીને મેટ તરીકે ઉપયોગ કરવો.
ચોખાની ખીરમાં જાવંત્રી નાખવાથી ખીર વધુ સ્વાદિષ્ટ થાય છે.જૂનું ટૂથબ્રશ કાંસકો સાફ કરવાના ઉપયોગમાં લેવું.
રબડીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા તેમાં થોડી ખસખસ નાખવી.
ત્વચાને નરમ બનાવવા કોટનને દૂધમાં ભીંજવી ચહેરા પર થપથપાવવું.અને અડધો કલાક સુધી રહેવા દઇ પાણીથી ચહેરો ધોઇ નાખવો.
ત્રણ ચમચા ટામેટાના રસમાં એક ચમચો ચંદન પાવડર અને એક ચમચો મુલતાની માટી ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. સુકાઇ ગયા બાદ ઠંડા પાણીથી ધોઇ નાખવું. ત્વચા સ્નિગ્ધ અને ચમકીલી થશે.
ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે.
બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે.
એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે.
નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.