હું દેશભક્ત છું, માટે યુદ્ધ કરૃં છું હું પ્રભુભક્ત છું, માટે સિદ્ધ બનવા ચાહું છું

- યુદ્ધનો દેવતા અને દેવાધિદેવનો ભક્ત - હેમૂ વાણિયો
- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
- 'આ દિલ્હીનો ચૌધરી છે. દેશની સીમાનું રક્ષણ કરનાર છે. અથવા તો દેશની સીમાનું રક્ષણ કરવા માટે બક્ષિસ જમીનો મેળવનાર અત્યંત કુશળ રખેવાળ છે.' 'આ અમારા શહેરનો કોટવાલ છે. આખા શહેરનો પૂરેપૂરો બંદોબસ્ત કરનાર મોટો અમલદાર છે. એક બાહોશ અધિકારી છે.'
'આ લોટને દાળ વેચનારો વાણિયો છે, ગામમાં એની નાનકડી દુકાન છે. જાત-જાતના લોટ અને અનેક પ્રકારની દાળો વેચે છે.'
'આ માણસ દિલ્લીનો કુશળ ઝવેરી છે. દુનિયાભરના રત્નો આને ત્યાં વેચાય છે. બહુ મોટો વેપારી છે.'
'આ અમારા ગામનો મોદી છે. લશ્કરી મોદી... લશ્કરને ખોરાક-પોશાક પૂરૃં પાડનાર ખાતાનો ઉપરી છે. ખૂબ સરસ રીતે લશ્કરને મજબૂત બનાવે છે.'
'આ દિલ્હીનો ચૌધરી છે. દેશની સીમાનું રક્ષણ કરનાર છે. અથવા તો દેશની સીમાનું રક્ષણ કરવા માટે બક્ષિસ જમીનો મેળવનાર અત્યંત કુશળ રખેવાળ છે.'
'આ અમારા શહેરનો કોટવાલ છે. આખા શહેરનો પૂરેપૂરો બંદોબસ્ત કરનાર મોટો અમલદાર છે. એક બાહોશ અધિકારી છે.'
'આ અમારા શહેરના ફોજદાર છે. કાયદાથી શિક્ષાપાત્ર ગુના કરનારા ગુનેગારોને કડક શિક્ષા આપે છે. ખતરોના ખેલાડી કહી શકાય એવા બહાદુર પોલીસ અમલદાર આ અધિકારી છે.'
'આ અમારા દેશના દીવાન છે. વિશ્વના સૌથી મોટા દેશના એક મોટા વજીર છે. દિલ્હીના દિલદાર મિનિસ્ટર છે.' સૌના દિલના પ્યારા પ્રધાન છે.
'આ અમારા દેશના બાદશાહ છે. દિલ્હીની ગાદી પર બેસીને દેશનું સંચાલન કરનારા મોટા મહારાજા છે. ભારતના સિંહાસનને શોભાવનારા ભારત-સમ્રાટ છે.'
દિલ્હીનો દાળ-લોટ વેચનારો એક વાણિયો પોતાની આવડત-ધગશથી આગળ વધે છે. અને એક દિવસ ભારતનો કુશળ રાજા બને છે.
ઉપર બતાવેલા બધાં જ વાક્યપ્રયોગો એક જ વ્યક્તિ માટેના છે. એકની એક વ્યક્તિ વેપારી પણ બને, ઝવેરી પણ બને... મોદી પણ બને અને ચૌધરી પણ બને... કોટવાળ પણ બને અને ફોજદાર પણ બને. આગળ વધીને એ દીવાન પણ બને. અને એથીયે આગળ વધીને એક સમયે આ વિશાળ ભારતવર્ષનો સમ્રાટ પણ બને છે.
છ-છ મહિના સુધી વિશ્વના વિશાળ ભૂ-ખંડ પર પોતાનું આધિપત્ય જમાવનારો આ સમ્રાટ જન્મે એક વાણિયો હતો. અપૂર્વે ક્ષાત્રતેજ અને વણિગૂબુડ્ડિનું સાયુજ્ય હતું આ સમ્રાટમાં...
મંડોવરના એક જિનભક્ત શ્રાવકને ત્યાં જન્મેલો આ હેમૂ નામે વાણિયો આગળ વધીને પોતાના વિક્રમ-પરાક્રમના જોર પર વિક્રમાદિત્ય હેમૂ તરીકે પ્રસિદ્ધિને પામે છે.
પોતાના અલ્પ આયુષ્યમાં આટલા બધાં પદને પામનાર આ જિનભક્ત વાણિયાના પુરુષાર્થને અનેક હસ્તીઓએ બિરદાવ્યા છે.
અભેદ્ય યુદ્ધકળામાં આ વાણિયાએ એવી કુશળતા પ્રાપ્ત કરી હતી કે યુદ્ધકળાના નિષ્ણાતો તેમને રણમેદાનનો જાદુગર કહેતા હતા. એની રણનીતિથી દુશ્મનો દુર-સુદૂર ભાગતા હતા.
એમની વ્યૂહરચનામાં પણ એવી જોરદાર તાકાત રહેતી કે દુશ્મનો એને ક્યારેય ભેદી શકતા નહીં. પણ એમાં ફસાઈ જતાં અને એ યુદ્ધ બહાદુર હેમૂ જીતીને જ રહેતા એમણે કુળ ૨૨ યુદ્ધોમાં જબરજસ્ત જીત મેળવી છે. એટલે જ તો લોકો એને યુદ્ધનો દેવતા પણ કહેતા હતા.
પ્રસિદ્ધ ઈતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ લખે છે - 'એમના સમયના મહાન પુરુષોમાં તે એક વીરપુરુષ હતા. અખિલ હિંદુસ્થાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવો એક પણ પ્રતિપક્ષી ન હતો, જે બહાદુરી, સાહસ અને હિંમતમાં હેમૂથી આગળ હોય. એમણે વ્યૂહરચના સભર ૨૨ યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.'
પ્રભાવના
સંપૂર્ણ ભારત પર રાજ કરનાર આ ક્ષાત્રતેજ ધરાવનાર વિક્રમાદિત્ય હેમૂનું જીવન ચરિત્ર કોઈ ભારતના ઈતિહાસકારે નથી લખ્યું, પણ બદાઉલ અને અબૂલફજલ જેવા મોગલ તવારીખ લખનારા ઈતિહાસકારોએ લખ્યું છે.
ગચ્છાધિપતિ આચાર્યશ્રી યશોવર્મસૂરિજી મહારાજના શિષ્ય સમૂહ અને સેજલ શાહથી સંપાદિત ઋષભાયન ગ્રંથમાં ઋષભદેવ કે આદર્શો સે ભટકે આ જ કે જૈન સમાજ કી દુર્દશા લેખમાં રાજેન્દ્ર શાહ ઉપરોક્ત વાતની નોંધ કરતા આગળ જણાવે છે કે મોગલ શાસનકાળની અંદર પૃથ્વીરાજ ચૌહાણ પછી આ વિક્રમાદિત્ય હેમૂ પહેલો ભારતસમ્રાટ બન્યો, જે મોગલ ન હતો, પણ જે જૈન હતો, હિંદૂ સમાજનો હતો.
હેમૂની હેમવાણી હતી -
હું એક ભારતીય નાગરિક છું, માટે દેશની સેવા આ રીતે કરવી એ મારી નૈતિક ફરજ છે. તો હું ભગવાન મહાવીરનો પરમ ભક્ત છું, માટે શ્રાવકધર્મની સાધના કરવી એ મારી આત્મિક ફરજ છે.








