માત્ર શ્રોતાઓની આંખો પર જ નહીં, પણ હૃદય પર પણ પ્રભુત્વ મેળવે છે!

- ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-6
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ૨૯ વર્ષના યુવાન વીરચંદ રાઘવજી ગાંધીએ ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશે આપેલાં પ્રવચનોથી સહુ કોઈ મંત્રમુગ્ધ બની ગયા. એ પછી અમેરિકાનાં જુદાં જુદાં શહેરના પ્રવાસે ગયા અને એ પ્રવાસ સમયે જુદાં જુદાં અખબારોએ એમને વિશે આપેલા અભિપ્રાયો જોઈએ. જેમાં દર્શનોની તાત્વિક વિચારણા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને ભારતના વર્તમાન, રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવાહો વિશે એમનું તલસ્પર્શી જ્ઞાાન અંગેની નોંધ જોવા મળે છે. નજર કરીએ એ અખબારોનાં અભિપ્રાયો ઉપર.
લાઈટ ઓફ ટ્રુથ (૧૧/૮/૧૮૯૪)
શ્રી ગાંધી ભારતની વૈદિક શાખા, બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના ઊંડા અભ્યાસી છે. તેઓ તત્વજ્ઞાાનને આધ્યાત્મિક પ્રતિભાથી અને ગુરૂના વ્યવહારુ જ્ઞાાનને પોતાની પ્રતિભા સાથે પ્રગટ કરે છે, પ્રકાશે છે.
ધ ઇલસ્ટ્રેટેડ બફેલો એક્સપ્રેસ (૧૨/૮/૧૮૯૪)
શનિવારે કાસાડાગાના ઉત્સાહી શ્રોતાગણે જાણીતા સભાગૃહમાં શ્રી વીરચંદ આર. ગાંધીનું પ્રવચન 'ધ મેસેજ ઓફ ઇન્ડિયા ટુ ધ પીપલ ઓફ અમેરિકા' સાંભળ્યું. શ્રી વીરચંદ ગાંધીએ ભારતનાં ૫૦ લાખ જૈનોનું વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિત્વ કર્યું. મિ. ગાંધીનું જોરદાર અભિવાદન થયું અને તેઓ પોતાના પરંપરાગત પોશાક ઘેરા જાંબલી રંગની પાઘડી અને પીળી શાલમાં હતા.
તેઓએ કહ્યું, 'મારાં અમેરિકન ભાઈઓ અને બહેનો, હું આપનું ભારત અને ભારતનાં ૩૦ કરોડ પુત્રો અને પુત્રીઓ વતી અભિવાદન કરું છું. હું આપને બંધુ અને ભગિનીના રૂપમાં સન્માનું છું અને શાંતિ, વૈશ્વિક ભાઈચારાનો સંદેશ દૂર ભારતથી થઈ લઈને આવ્યો છું.'
ધ જેમ્સ ટાઉન ઓલ. એન. વાય (૧૩/૮/૧૮૯૪)
મોટા ભાગના લોકો વિદ્વાન હિંદુ વીરચંદ ગાંધીને સાંભળવા એકત્ર થયા હતા. તેઓનો વિષય હતો 'આપણા દેશ અને તેની વિવિધ સંસ્થાઓ વિશે અભિપ્રાય'. તેઓએ રાષ્ટ્ર તરીકે આપણી યજમાન ભાવના, આપણી શિક્ષણ-સંસ્થાઓ, આપણી કુદરતી સંપત્તિઓ અને ઉદ્યોગોની પ્રશંસા કરી. આપણા લોકો અને પોતાના જૈન લોકો વચ્ચે સરખામણી પણ કરી. શનિવારના તેઓના પ્રવચનનો તેઓનો વિષય હતો 'ભારતનો અમેરિકાને સંદેશ' આ ભાષણ બધા પર છવાઈ ગયું. (વંટોળની જેમ). તેઓ ખૂબ દયાળુ છે અને અમેરિકન જનતા પ્રત્યે બંધુત્વની લાગણી ધરાવે છે. દરેકને એમના વ્યક્તિત્વની સ્પષ્ટતા ગમી ગઈ. તેઓને સાંભળ્યા પછી એમ લાગે છે કે જૈન લોકોએ તેમના પ્રતિનિધિ તરીકે મિ. ગાંધીને પસંદ કર્યા તે ખરેખર યોગ્ય છે.
બફેલો ઇવનિંગ ટાઈમ્સ (૧૩/૮/૧૮૯૪)
ધર્મસભામાં પોતાના પચાસ લાખ સહધર્મીઓનું પ્રતિનિધિત્વ કરનાર મિ. વીરચંદ ગાંધીએ વૈશ્વિક બંધુત્વ (ેંહૈદૃીજિટ્વઙ્મ મ્ર્િંરીર્ર્રિઙ્ઘ)ની વાત કરી. તે સાચે જ પશ્ચિમી ધર્મસેનાઓ કરતાં તત્વજ્ઞાાનમાં મોખરે છે અને પૌર્વાત્ય અભ્યાસનાં વિવરણ વધારે સારી રીતે આપે છે. આ હિંદુ ખરે જ બધાનો સિંહ છે.
બફેલો એક્સપ્રેસ (૧૪/૮/૧૮૯૪)
ભારતનાં શ્રી વીરચંદ ગાંધી રસ ધરાવતા અસંખ્ય લોકોના મુખ્ય અને માનનીય વક્તા હતા. પ્રેક્ષકવર્ગ તરફ દ્રષ્ટિ ફેરવતાં જણાયું કે દરેકે દરેક લોકો આ હિંદુ શબ્દને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળતા અને સમજતા હતા.
બફેલો ઇવનિંગ ટાઈમ્સ એન. વાય. (૧૪/૮/૧૮૯૪)
ગઈકાલે સવારે મુંબઈમાં વીરચંદ ગાંધી (બી.એ.)એ તેમનું પ્રવચન મહિલાઓ માટે ખાસ આપ્યું. મહિલાનો નાનો-મોટો વર્ગ ઉપસ્થિત હતો. તેમનાં દિશાસૂચક કારણોએ ઉત્તેજના પેદા કરી.
મોર્િંનગ સ્ટાર, મીડવીલે, પેન (૧૪/૮/૧૮૯૪)
મુંબઈના વીરચંદ ગાંધીએ તેમના પરંપરાગત પોશાકમાં અહીં રહે છે. જેઓએ જૈન ધર્મનું પ્રતિનિધિત્વ શિકાગોની ધર્મસભામાં ગયા વર્ષે કર્યું હતું. તેઓ ખૂબ બુદ્ધિશાળી છે. ('અમેરિકાને ભારતનો સંદેશો' પ્રવચન સાંભળીને.)
લાઈટ ઓફ ટ્રુથ (૧૮/૮/૧૮૯૪)
જૈન તત્વવેત્તા શ્રી વીરચંદ ગાંધીએ પ્રાચીન ધર્મોની સમજણ આપવા માટે વર્ગો શરૂ કર્યા છે. પોતાના ધર્મોનું તત્વજ્ઞાાન સમજાવવા આ હિંદુ સ્કોલરને સાંભળવા બુદ્ધિશાળી - તેજસ્વી પ્રેક્ષકો ખૂબ આતુર હોય છે અને સભાગૃહ હંમેશાં એવા પ્રેક્ષકોથી ભરપૂર રહે છે.
બફેલો કોરિયર (ઓગસ્ટ ૧૯, ૧૮૯૪)
શ્રી વીરચંદ ગાંધી જાંબુડી રંગનો ઝભ્ભો, સોનેરી પાઘડી અને રેશમી કમરપટ્ટો એ રીતે સંપૂર્ણ ભારતીય સ્વાંગમાં વિશ્વધર્મ પરિષદમાં આવ્યા ત્યારે પ્રેક્ષકોએ તેમને હર્ષનાદથી વધાવી લીધા અને કાસાડાગામાં અત્યાર સુધી કોઈનું પણ સન્માન ન થયું હોય એવું સન્માન અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એમનું પ્રવચન 'ર્જીદ્બી સ્ૈજંટ્વાીજ ર્ષ્ઠિિીષ્ઠંીઙ્ઘ' પૂરું થયું ત્યારે ફરી ફરીને પ્રવચન આપવા કહેવામાં આવ્યું હતું.
ધ ઇવાન્જલિસ્ટ, ન્યૂયોર્ક (૨૩/૮/૧૮૯૪)
કાસાડાગામાં તાજેતરમાં જુદા જુદા પંથના લોકો માટે એક નવું આકર્ષણ નજરે પડે છે, જે માત્ર આંખો પર જ નહીં, કિંતુ હૃદય પર પણ કબજો કરે છે. આ નવું આકર્ષણ મુંબઈના સદ્ગૃહસ્થ, વકીલ અને વિદ્વાન શ્રી વીરચંદભાઈ છે. જેઓ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્ય પર કાબૂ ધરાવે છે. તેઓ અહીં ડો. બેરોઝ (ડ્ઢિ. મ્ર્િર્િુજ) ના આમંત્રણથી જૈન પ્રતિનિધિ તરીકે આ દેશમાં આવ્યા છે અને મિ. ગાંધી ભારતના વિવિધ ધર્મોના ભાષ્યકાર છે.
ઇવનિંગ પોસ્ટ, ક્લીવલેન્ડ (૧૯/૯/૧૮૯૪)
પ્રાચીનતમ ભારતના જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ આર. ગાંધીએ ગૂઢવિદ્યા અને પૂર્વમાં તત્વજ્ઞાાન વિશે ગઈ સાંજે એસોસિએશન હોલમાં પ્રવચન આપ્યું. તેમનું પ્રવચન સૂક્ષ્મતાથી ભરેલાં દ્રષ્ટાંતો તેમજ સૂક્ષ્મ બાબતોથી ભરપૂર હતું. અસંખ્ય માણસોએ હાજરી આપી વશીભૂત થઈ સાંભળ્યું અને ઉષ્માથી વખાણ્યું.
રોચેસ્ટર ડેમોક્રેટ એન્ડ ક્રોનીક્લેર (૨૪/૯/૧૮૯૪)
મુંબઈના હિંદુ તત્વજ્ઞાાની અને વિદ્વાન શ્રી વીરચંદ ગાંધીએ ગઈકાલે ફર્સ્ટ યુનિવર્સલ ચર્ચના મોટા સમૂહને સંબોધ્યો. તેઓ રેવ. ડો. સેક દ્વારા અભિવાદિત થયા જેમણે ભારતના ઉમદા ધર્મને રજૂ કર્યો. મિ. ગાંધી ભારતના પ્રખર વિદ્વાન છે જેમણે પાર્લામેન્ટ પૂરી થયા પછી દેશમાં ભ્રમણ કરી પ્રવચનો આપ્યાં છે અને આ દેશની ઔદ્યોગિક પ્રગતિનો અભ્યાસ કર્યો છે. ખાસ કરીને પબ્લિક સ્કૂલ સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો છે. તેઓ એ વાતથી ખાસ પ્રભાવિત થયા છે કે ગરીબમાં ગરીબ બાળકને પણ પૈસાદાર બાળક જેવી જ શિક્ષણ-સુવિધા મળે છે. ભારતમાં ઘણી સારી શિક્ષણસંસ્થાઓ છે પણ ફી એટલી ઊંચી છે કે ગરીબ બાળક તેનો ફાયદો લઈ શકતા નથી.
ધ રોચેસ્ટર હેરાલ્ડ (૩/૧૦/૧૮૯૪)
ફ્રી એકેડેમિક હોલમાં ગઈ કાલે સાંજે શ્રી વીરચંદ ગાંધીએ સૂચક પ્રવચન આપ્યું. ભારતના લોકોના રીતરિવાજો અને પરંપરા વિશે સ્પષ્ટ વર્ણન આપ્યું. તેઓએ મુનિઓના રહેઠાણ માટે ગુફાઓ, એલિફન્ટા ગુફા અને મુખ્ય શહેરનું વિપુલ પ્રમાણમાં વર્ણન કર્યું. એમણે પ્રાચીન સમયનું સુંદર ચિત્રણ કર્યું. યુવાન અને પ્રૌઢ બંને જૂથને રસ પડે તેવું સૂચક પ્રવચન લગભગ સમગ્ર અમેરિકાએ સાંભળ્યું. (ક્રમશ:)








