Get The App

વાઘ પાછળ ખર્ચાતા દરેક રૂપિયાનું 2500 ગણું વળતર!

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
વાઘ પાછળ ખર્ચાતા દરેક રૂપિયાનું 2500 ગણું વળતર! 1 - image

કેન્દ્ર સરકારે ૨૦૧૯-૨૦માં વાઘ સંરક્ષણ પાછળ રૂપિયા ૨૯.૫૪ અબજ ફાળવ્યા છે. તેની સામે વાઘથી થતી આવક ૩૩૦ અબજ રૂપિયાએ પહોંચી ગઈ છે

ભારત પાસે દુનિયામાં સૌથી વધુ વાઘ છે. વાઘ જોવા દુનિયાભરના પ્રવાસીઓ ભારત આવે છે. માટે વાઘ ધરાવતા જંગલોને તેની અઢળક આવક થાય છે. જંગલો આસપાસ હોટેલ ઉદ્યોગનો પણ મોટો વિકાસ થયો છે

આપણે વાઘ જોવા કોઈ નેશનલ પાર્કમાં કે પ્રોજેક્ટ ટાઈગર હેઠળના જંગલમાં જઈએ ત્યારે કલ્પના નથી હોતી કે પાર્કમાં પ્રવેશવાની ફી ભરીએ તેનો વાઘને કેટલો લાભ થાય છે અને પછી સરકારને કેટલો ફાયદો થાય છે.  સરકાર વાઘના સંરક્ષણ પાછળ અઢળક ખર્ચ કરે છે. તેની સામે આવક કેટલી થાય છે, એ સવાલનો જવાબ હવે શોધી કઢાયો છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયે દેશના વાઘ અભયારણ્યના અર્થતંત્રનો અભ્યાસ કર્યો હતો.

આ પ્રકારનો અભ્યાસ પ્રથમ વાર સરકાર દ્વારા કરાયો છે. સામાન્ય રીતે વિવિધ અભયારણ્ય-નેશનલ પાર્ક-રિઝર્વનો પર્યાવણરણ અને વન્યજીવ સંરક્ષણની દૃષ્ટિએ  અભ્યાસ થતો હોય છે. પરંતુ આર્થિક દૃષ્ટિએ થયેલા અભ્યાસથી ખબર પડી છે કે ભારત સરકાર વાઘના સંરક્ષણ પાછળ ૧ રૂપિયો ખર્ચે તો તેને સામે રૂપિયા ૨૫૦૦નું વળતર મળે છે. સામાન્ય રીતે બિઝનેસમાં પણ ન હોઈ શકે એવો ૨૫૦૦ ગણો નફો અહીં સરકારને થાય છે.

દેશમાં ૫૦ ટાઈગર રિઝર્વ છે. એમાંથી ૧૦ મોટા ટાઈગર રિઝર્વનો સરકારે અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન તેમની પાછળ ખર્ચાતા પ્રત્યેક રૂપિયાનું ૩૪૬થી માંડીને ૭૪૮૮ રૂપિયા સુધીનું વળતર મળતું હોવાનું જણાયું હતુ. સરેરાશ કાઢવામાં આવે તો પાર્ક દીઠ વળતરની રકમ રૂપિયા ૨૫૦૦ થતી હતી. આ આવક સ્વાભાવિક રીતે પ્રવાસનની છે.

ભારત પાસે દુનિયામાં સૌથી વધુ વાઘ છે. વાઘ જોવા દુનિયાભરના પ્રવાસીઓ ભારત આવે છે. માટે વાઘ ધરાવતા જંગલોને તેની અઢળક આવક થાય છે. જંગલો આસપાસ હોટેલ ઉદ્યોગનો પણ મોટો વિકાસ થયો છે.

ભારતના ૫૦ ટાઈગર રિઝર્વમાંથી ૧૦નો અભ્યાસ કરતાં તેમના દ્વારા મળતું કુલ વળતર રૂપિયા ૩૩૦ અબજનું જણાયુ હતું. આ વળતરમાં રિઝર્વને કારણે વિકસેલું પ્રવાસન, રોજગારી સર્જન, ઘાસ-લાકડાનું કટિંગ.. આસપાસ ચાલતી અન્ય તમામ પર્યાવરણીય પ્રવૃત્તિ વગેરેનો સરવાળો કરવામાં આવ્યો છે. 

વાઘના સંરક્ષણ પાછળ થતો ખર્ચ અને પ્રયાસ બન્ને સફળ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ૨૦૧૯-૨૦માં વાઘ સંરક્ષણ પાછળ રૂપિયા ૨૯.૫૪ અબજ ફાળવ્યા છે. તેની સામે વાઘથી થતી આવક ૩૩૦ અબજ રૂપિયાએ પહોંચી ગઈ છે. બીજી તરફ દેશમાં વાઘની વસતી પણ વધીને ૩૦૦૦ આસપાસ પહોંચી હોવાનું હમણાં જાહેર થયેલા વસતી ગણતરી પરિણામમાં જોવા મળ્યું હતુ. 

ભારતમાં છેલ્લા વીસ-પચ્ચીસ વર્ષમાં ટાઈગર ટુરિઝમ મોટા પ્રમાણમાં વિકસ્યું છે. અંતરિળાય વિસ્તારમા ં આવેલા વાઘ અભયારણ્યોને કારણે આસપાસના વિસ્તારનો વિકાસ થયાના કિસ્સા પણ નોંધાયા છે. તેની સામે વાઘના શિકારનું પ્રમાણ થોડા અંશે ઘટયું છે. કેમ કે રોજગારી મળવાની શરૂઆત થતાં વાઘનો શિકાર કરતાં લોકો અટક્યા છે.

Tags :