Magazines

21મી સદીનો માતૃપ્રેમ .

By GS TEAM
7 Feb 20261 min read
21મી સદીનો માતૃપ્રેમ                              .

- કટાક્ષકથા

રણધીર ઓસ્ટ્રેલિયામાં સારી નોકરી પર હતો. એની મમ્મી હતી, પપ્પા થોડા વખત પર વિદાય થઈ ગયા હતા. મમ્મીનેએ બોલાવવા રાજી ના હોય એ પત્નીને કારણે સમજાય તેવું છે. એની મમ્મી માંદગીના કારણે રણધીરને વારંવાર યાદ કરતી હતી, પણ પરદેશમાંથી પાછા આવવા માટે એ ને ટાઇમ નહોતો.

મમ્મી મરણપથારીએ છે અને હોસ્પિટલમાં એને દાખલ કરી છે એવો ફોન તેને મળ્યો એટલે નાછૂટકે એને દેશમાં આવવું પડયું. પત્નીની અને નોકરીમાં 'બોસ'ની રજા લઈને એ દેશમાં આવ્યો. સીધો હોસ્પિટલમાં પહોંચીને ડૉક્ટરને મળ્યો.

મમ્મી વેન્ટીલેટર પર હતી. એવી રીતે એ કેટલું કાઢી શકે ?

ડૉક્ટરને એણે વિનંતી કરી : 'મમ્મી જીવી શકે એવું લાગે છે તમને ?' જો એના જીવવાની તમને આશા જ ન હોય તો એને વેન્ટીલેટરમાંથી મુક્ત કરી શકો. હું ત્રણ ચાર દિવસની રજા પર આવ્યો છું. માટે તરત પાછા જવું પડે તેમ છે. નોકરીનો સવાલ છે.

ડૉક્ટરે એની સહી લઈને એની મમ્મીને મુક્ત કરી. ઉધાર આંસુથી મમ્મીને અંજલિ આપી ઉત્તરક્રિયા બંધુને સોંપી એ વિદાય થઈ ગયો.