Magazines

2025: પ્રેમ, પરંપરા અને લગ્નોત્સવ

By GS TEAM
25 Dec 20252 mins read
2025: પ્રેમ, પરંપરા અને લગ્નોત્સવ

સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ

પોતાના સંબંધો ફરતે થતી અટકળો વિશે ચૂપકિદી સાધ્યા પછી સામંથા અને રાજ એન્ડ ડીકેની જોડી પૈકીના રાજ નિદિમોરુએ તેમનાં લગ્નની તસવીરો સાથે સંબંધની સત્તાવાર જાહેરાત કરી. કપલે ૧ ડિસેમ્બરે કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશન ખાતે એક અંતરંગ સમારંભમાં વિધિ કરી હતી. બન્નેએ 'ધી ફેમિલી મેન'ની સીઝન ટુમાં સાથે કામ કર્યું હતું.

અરમાન મલિક અને આશના શ્રોફ

ગાયક અરમાન મલિક અને આશના શ્રોફ વચ્ચે લાંબો સમયથી સંબંધ રહ્યો હતો. તેમણે એક અંતરંગ સમારંભમાં એપ્રિલ ૨૦૨૪માં લગ્ન રજિસ્ટર કરાવ્યાં. અલબત્ત, કપલે તેમના જોડાણની ઉજવણી આ વર્ષે ૨ જાન્યુઆરીએ મહાબળેશ્વરમાં એક પરંપરાગત સમારંભમાં ભવ્ય રીતે કરી હતી.

પ્રતીક સ્મિતા પાટીલ અને પ્રિયા બનેર્જી

એક્ટર-કપલે પ્રતીકની સદ્ગત માતા સ્મિતા પાટીલના મુંબઈ ખાતેના નિવાસસ્થાને વેલેન્ટાઈન ડેના રોજ લગ્ન કર્યાં. લગ્ન તો રંગચંગે થયાં, પણ  પ્રતીકના પિતા રાજ બબ્બર, ભાઈ આર્ય બબ્બર તેમજ પિતા તરફના અન્ય સગાસંબંધીઓની ગેરહાજરીએ સારી એવી ચર્ચા જગાડી.

આદર જૈન અને આલેખા અડવાણી

આદર જૈન અને આલેખા અડવાણીનાં લગ્નની ઉજવણી એક મહિનો ચાલી. સૌથી પહેલાં તો તેમણે ૧૨ જાન્યુઆરીએ ગોવામાં ખ્રિસ્તી રિવાજ મુજબ લગ્ન કર્યાં  અને પછી ૨૧ ફેબુ્રઆરીએ મુંબઈમાં તેમનાં પરંપરાગત  હિન્દુ રિવાજ મુજબ લગ્ન થયાં.

હીના ખાન અને રોકી જયસ્વાલ

હીના ખાન અને રોકી જયસ્વાલ લાંબા સમયથી રિલેશનશીપમાં હતાં. આ વર્ષે આખરે તેમણે ૪ જૂને લગ્ન કરી જ લીધાં. કપલે મુંબઈમાં એક અંતરંગ સમારંભનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે વિધિવત્ લગ્ન કયાંર્.

અવિકા ગોર અને મિલિંદ ચાંદવાની

ટીવી સિરીયલોથી ઘર-ઘરમાં જાણીતી બનેલી અવિકા ગોર માટે ફરી ટીવી પર પણ મોટો દિવસ આવ્યો. 'પતિ, પત્ની ઔર પંગા' સિરીયલમાં સાથે કામ કરનારાં અવિકા અને મિલિંદ ચાંદવાનીએ ૩૦ સપ્ટેમ્બરે નેશનલ ટેલીવીઝન પર લગ્ન કર્યાં. આ લગ્ન એક ભવ્ય શો બની રહ્યો. 

સારા ખાન અને ક્રિશ પાઠક

આ વર્ષના સૌથી આશ્ચર્યકારક લગ્ન હતાં સારા ખાન અને ક્રિશ પાઠકના. બંનેએ ઓક્ટોબરમાં કોર્ટમાં રજિસ્ટર લગ્ન કરી લીધાં. ત્યાર પછી કપલે નિકાહ કર્યા અને તેના પછી હિન્દુ રિવાજથી લગ્ન કર્યા. આમ તેમણે ડિસેમ્બરના પ્રારંભમાં બંનેની પરંપરાને આદર આપ્યો.