Magazines
1- ધજા : 101પેઢીને મજા
By GS TEAM
28 Jan 20261 min read

પ્રાસાદ મંડન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે જે પુણ્યશાળી આત્મા જિનાલયનાં ઉત્તુંગ શિખર ઉપર ધજા ચઢાવે છે, તે સ્વર્ગ અને મોક્ષના ફળ મેળવે છે. તેની ભૂતકાળની ૫૦ પેઢી, વર્તમાનકાળની ૧ અને ભવિષ્યકાળની ૫૦ પેઢીનો, દુર્ગતિમાંથી ઉધ્ધાર થાય છે. આનો સીધો અર્થ એમ કાઢી શકાય કે અત્યારે આપણે દુર્ગતિમાં નથી એનું કારણ આપણી પાછલી ૫૦ પેઢીમાંથી કોઈ પુણ્યાત્મા એ જિનાલયના શિખર ઉપર ધજા ચઢાવેલી હોઈ શકે છે. તો શું આવું જ પુણ્યનું કામ યથા શક્તિ આપણે આપણી આગલી ૫૦ પેઢી માટે ન કરી શકીએ ? અથવા કે આપણી પાછલી ૫૦ પેઢીમાંથી કોઈ દુર્ગતિમાં હોય, તો દાદાની ધજા ચઢાવી આપણે એને બહાર ન કાઢી શકીયે ?








