Get The App

રમખાણોની SIT અને આરોપીઓ વચ્ચે સાંઠગાઠ હતી

ઝાકીયા જાફરીનો સુપ્રીમ કોર્ટ સમક્ષ આક્ષેપ

'સાંઠગાંઠ' શબ્દ અતિશયોક્તિભર્યો કહી શકાય, ,કોર્ટે નીમેલી ટીમ સાંઠગાંઠ કેવી રીતે કરી શકે ? : કોર્ટ

Updated: Nov 16th, 2021

GS TEAM


Google News
Google News

અમદાવાદ, મંગળવાર

ગુજરાતના વર્ષ ૨૦૦૨ના રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસ.આઇ.ટી. (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા અપાયેલી ક્લીન ચિટ સામે ઝાકીયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેમાં આજની સુનાવણીમાં ઝાકીયા જાફરી તરફથી આક્ષેપ કરાયો હતો કે રમખાણો મુદ્દે રચાયેલી એસ.આઇ.ટી. અને આરોપીઓ વચ્ચે સાંઠગાંઠ હતી.


જસ્ટિસ એ.એમ. ખનવિલકરની ખંડપીઠ સમક્ષ ઝાકીયા જાફરી થરફથી સીનિયર એડવોકેટ કપિલ સિબલે રજૂઆત કરી હતી કે આ કેસમાં એસ.આઇ.ટી. અને અમુક આરોપીઓ વચ્ચે સાઁઠગાંઠ હતી. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા વકીલોની પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક પણ ઘણી બાબતો કહી જાય છે. જેથી સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે સાંઠગાઠ શબ્દ અતિશયોક્તિભર્યો કહી શકાય. પોલીસ સાથે આરોપીઓની સાંઠગાંઠ હોઇ શકે પરંતુ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કેવી રીતે સાંઠગાંઠમાં ઉતરી શકે. કોર્ટે વધુ સુનાવણી આવતીકાલ પર નિયત કરી છે.

Tags :