યુસુફ પઠાણે વડોદરા વતી વડોદરામાં ૧૦૦મી મેચ રમવાની સિધ્ધી મેળવી
વડોદરા,તા.4.ફેબ્રુઆરી, મંગળવાર,2020
વડોદરા અને તામિલનાડુ વચ્ચેની રણજીટ્રોફી મેચનો આજથી શહેરના મોતીબાગ મેદાન ખાતે પ્રારંભ થયો હતો.જેમાં ટીમ ઈન્ડિયા તરફથી રમી ચુકેલા વડોદરા ઓલરાઉન્ડર યુસુફ પઠાણે વડોદરા વતી વડોદરામાં જ ૧૦૦ મી મેચ રમવાની સિધ્ધિ મેળવી હતી.
આજે બરોડા ક્રિકેટ એસોસિએશન તેમજ અન્ય ક્રિકેટરોએ કેક કાપીને યુસુફની સિધ્ધિની ઉજવણી કરી હતી.યુસુફ પઠાણ ભારત વતી વન-ડે, ટી -૨૦ અને રણજી ટ્રોફી સહિતની ટુર્નામેન્ટોની ફર્સ્ટ ક્લાસ મેચો સહિત કુલ ૩૦૦ જેટલી મેચો રમી ચુક્યો છે.આઈપીએલમાં પણ યુસુફે કોલકાતા નાઈટ રાઈડર્સ વતી સંખ્યાબંધ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.