ઓનલાઇન ગેમ પર જુગાર રમતો યુવક પકડાયો, સ્કૂટર અને મોબાઈલ કબજે
વડોદરા, તા. 12 માર્ચ 2024 મંગળવાર
ઓનલાઇન ગેમ પર જુગાર રમવો પ્રતિબંધિત કૃત્ય હોવા છતાં તેના પર મોટા પાયે જુગાર રમાઈ રહ્યો હોવાથી પોલીસ દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે. સયાજીગંજ પોલીસે એક યુવકને ગેમ પર જુગાર રમતા ઝડપી પાડી કેસ કર્યો છે.
કમાટીબાગના ગેટ પાસે એક યુવક સ્કૂટર પર બેસીને ડ્રેગન ટાઈગર નામની ગેમ પર જુગાર રમતો હોવાથી પોલીસની નજરમાં આવી ગયો હતો. પોલીસે તેના મોબાઇલના સ્ક્રીનશોટ મેળવી લીધા હતા અને મોબાઈલ,સ્કૂટર તેમજ રોકડા 1180 કબજે કર્યા હતા.
પકડાયેલા યુવકનું નામ વિશ્વાસ શાંતિલાલ માછી (શુકલાનગર,સમા રોડ) હોવાનું ખુલ્યું હતું. તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.