સયાજીપુરાનો યુવક બાઇક પાર્ક કરી વાઘોડિયા કેનાલમાં કૂદી પડયો,બાઇક અને ચંપલ મળ્યા
વડોદરા,તા.14 ફેબ્રુઆરી,2020,શુક્રવાર
સયાજીપુરાનો યુવક વાઘોડિયાની કેનાલમાં કૂદી પડયો હોવાની વિગતોને પગલે પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી છે.
વાઘોડિયા તાલુકાના ત્રિકમપુરા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે બિન વારસી બાઇક અનં ચંપલ મળી આવતાં વાઘોડિયા પોલીસે તપાસ કરાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સયાજીપુરામાં રહેતો ઉમેશ નામનો યુવક ગઇકાલે બપોરે બાઇક લઇને નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો સંપર્ક નહીં થયો હોવાની વિગતો બહાર આવી હતી.
૨૬ વર્ષીય યુવકે કેનાલમાં પડતું મુક્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.પોલીસે સ્થાનિક તરવૈયાઓ ઉપરાંત ફાયર બ્રિગેડની મદદ લીધી છે.ગઇકાલે તેમજ આજે કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ યુવકનો પત્તો લાગ્યો નથી.