Get The App

અમદાવાદમાં કામદાર સંગઠનો આગામી તા.28,29 માર્ચે રેલી કાઢશે

- ખાનગીકરણ, કામદાર વિરોધી સરકારની નીતિનો વિરોધ

- શનિવારે લાલદરવાજા ખાતે રાજ્યસ્તરના કામદાર પ્રતિનિધીઓની બેઠક યોજાઇ

Updated: Mar 5th, 2022

GS TEAM

Google News
Google News

અમદાવાદ,તા.05 માર્ચ 2022, શનિવારઅમદાવાદમાં કામદાર સંગઠનો આગામી તા.28,29 માર્ચે રેલી કાઢશે 1 - image

કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિ, કામદાર વિરોધી નીતિના વિરોધમાં કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ, ફેડરેશનોએ આગામી તા.૨૮, ૨૯ માર્ચે દેશવ્યાપી હડતાળનું એલાના આપ્યું છે. તેના સમર્થનમાં આજે શનિવારે લાલદરવાજા ખાતે મંગલમ હોલ ખાતે રાજ્યસ્તરના પ્રતિનિધીઓનું સંમેલન યોજાયું હતું. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં બે દિવસ હડતાળ, રેલીનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું.

અમદાવાદમાં યોજાયેલા સંમેલનમાં ઇન્ટુકના રાષ્ટ્રીય સચીવે જણાવ્યું હતું કે તા.૨૮ અને ૨૯ ના રોજ અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ શહેરોમાં હડતાળ યોજાશે. ખાનગીકરણના કારણે કામદારોને ભારે નુકશાન થઇ રહ્યું છે. સરકારી કંપનીઓનું ખાનગીકરણ થઇ રહ્યું છે. ઇન્ડિયન એરલાઇન્સ સસ્તા ભાવે વેચી મારી છે. 

અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં બેંક, વીમા, રેલવે, એસ.ટી. સહિતના વિવિધ કામદાર સંગઠનોના પ્રતિનિધી જોડાય હતા. વિવિધ પ્રકારની કુલ ૧૭ માંગણીઓને લઇને કામદારો મેદાને પડયા છે. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી, સમાન કામ સમાન વેતનનો નિયમ લાગુ કરવો, સ્ટ્રીટ વેન્ડર લાઇવલી હુજ એક્ટ ૨૦૧૪નો અમલ કરવો, જુની પેન્શન સ્કીમ અમલી બનાવવી સહિતના પ્રશ્નોને લઇને લડત ચાલી રહી છે.

અમદાવાદમાં આ બે દિવસ દરમિનાય કર્મચારીઓ રેલી કાઢીને , ધરણા યોજી, સૂત્રોચ્ચાર કરીને તેમની વ્યાજબી માંગો સંતોષવા માટે માંગણી કરશે.

Tags :