રામોલમાં સ્માર્ટ બજાર મોલમાં ચોરીના મુદ્દામાલ સાથે મહિલા ગેંગ પકડાઇ
ત્રણ મહિલાએ આંતર વસ્ત્રમાં ખાધ્ય ચીજ વસ્તુઓ છૂપાવી હતી
ચેકિંગ દરમિયાન મહિલાઓ પાસેથી ઘીના તથા બદામના પેકેટ મળ્યા
Updated: Sep 26th, 2023
અમદાવાદ,મંગળવાર
રામોલ રિંગ રોડ ઉપર આવેલા સ્માર્ટ બજાર મોલમાં ચોરીના મુદ્દામાલ સાથે મહિલા ગેંગ પકડાઇ હતી. ગેંટ ઉપર ચેકિંગ દરમિયાન તેમના આંતર વસ્ત્રોમાંથી ઘી તથા બદામના રૃા. ૯,૦૦૦ના કિમતના પેકેટો મળ્યા હતા.આ બનાવ અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચેકિંગ દરમિયાન મહિલાઓ પાસેથી ઘીના તથા બદામના પેકેટ મળ્યા બિલ માંગતા, રૃા. ૯૦૦૦ની ચોરીનો ભાંડો ફૂટયો
ચાંદલોડિયામાં રહેતા જીગ્નેશભાઇએ રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૫ના રોજ સાંજે મોલમાં આ મહિલાઓ ખરીદી કરવાના બહાને ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને મોલમાંથી બહાર જતી વખતે મહિલા કર્મચારીએ ચેક કરતા તેમના કપડામાં છૂપાવેલા ઘીના તથા બદામના પેકેટ મળી આવ્યા હતા.
ફરિયાદી મેનેજર તેમની પાસેથી બિલ માંગતા તેઓ ભાગી પડયા હતા અને ચોરી કર્યાની કબૂલાત કરી હતી. રામોલ પોલીસે મહિલાઓ સામે રૃા. ૯,૨૮૦ના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધીને મોલના સીસીટીવી ફુટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.