મહિલા PSI શ્વેતા જાડેજાએ બનેવીને 40 લાખ મોકલ્યા હતા
- મહિલા ક્રાઇમ બ્રાન્ચ તોડ પ્રકરણમાં નવો વળાંક
- 20 લાખ નહી, માત્ર છ દિવસમાં આંગડિયા મારફતે બનેવીને 40 લાખ મોકલ્યા હોવાનું બહાર આવ્યું
અમદાવાદ, તા.22 જુલાઇ, 2020, બુધવાર
નરોડાની ખાનગી કંપનીના માલિક સામે દુષ્કર્મની બે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ કરનાર મહિલા પીએસઆઈ,શ્વેતા જાડેજાએ આરોપીને પાસા નહી કરવા માટે 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ થઇ હતી.
એસઓજીની તપાસમાં નવો વળાંક આવ્યો છે પીએસઆઇ જાડેજાએ છ દિવસમાં 20 લાખ નહી પણ બનેવીને આંગડિયા મારફતે 40 લાખ મોકલાવ્યા હોવાના પુરાવા મળી આવ્યા છે.
મહિલા પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના માલિક કેનલ શાહ સામે દુષ્કર્મની બે ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ કરનાર મહિલા પીએસઆઈ,શ્વેતા જાડેજાએ આરોપી સામે કુલ ત્રણ ગુના નોધ્યા હતા.
ત્યારબાદ પાસામાં પુરવાની ધાક ધમકી આપીને ડરાવ્યા હતા.ત્યારબાદ પાસા નહી કરવા માટે 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બદલની ફરિયાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં જ પીએસઆઇ શ્વેતા જાડેજા સામે ગુનો નોધવામાં આવ્યો હતો.
આ કેસની તપાસ એસઓજીના એસીપી, બી.સી.સોલંકી ચલાવી રહ્યા હતા,સોલંકીના જણાવ્યા મુજબ શ્વેતા જાડેજા સામે 20 લાખ પડાવ્યા હોવાની ગુનાની તપાસ કરવામાં આવી રહી હતી તપાસ દરમિયાન આંગડિયાની પૂછપરછ કરતાં શ્વેતા જાડેજાએ ગત ફેબુ્રઆરી માસમાં તા 1 થી 6 તાારીખ સુધીમાં આંગડિયા મારફતે પોતાના બનેવીને રૂા. 40 લાખ મોકલાવ્યા હોવાના પુરાવા મંળી આવ્યા છે.
ઉપરાંત આરોપીના ભાઇ પાસે બીજા 4 લાખ રોકડા અને કંપનીના હાઇસ કિપિંગ મેનેજર પાસેથી રૂા, 1 લાખનામોબાઇલની ખરીદી કરાવી હતી. શ્વેતા જાડેજાએ મહિલા ક્રાઇમ બ્રાંચમાં ત્રણ વર્ષ સુધી પીએસઆઇ તરીકે અને એક વર્ષ સુધી પીઆઇના ચાર્જમાં ફરજ બજાવી હતી જેથી આટલી માતબરની રકમ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.