Get The App

રસ્તા ઉપરથી જવા બાબતે મહિલાને વાળ ખેંચી પછાડી

Updated: Nov 7th, 2024

GS TEAM

Google News
Google News
રસ્તા ઉપરથી જવા બાબતે મહિલાને વાળ ખેંચી પછાડી 1 - image

નડિયાદના ચકલાસી ગામમાં

ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ૪ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

નડિયાદ: નડિયાદના ચકલાસી ગામે બે પરિવારો વચ્ચે રસ્તા પરથી આવવા જવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં ચાર ઈસમોએ મહિલાના વાળ ખેંચી પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના ચકલાસી ભોઈવાસમાં લક્ષ્મીબેન રાહુલભાઈ ભોઈ તેમજ વિઠ્ઠલભાઈ ચતુરભાઈ ભોઈ પરિવાર સાથે રહે છે. ગઈકાલે સાંજે વિઠ્ઠલભાઈ ભોઈ જોરથી બોલી તમારે અહીંથી જવાનું નથી તમારો અહીં રસ્તો નથી એમ કહેતા લક્ષ્મીબેન ઘરની બહાર આવ્યા હતા. ત્યારે વિઠ્ઠલભાઈ ભોઈ તેમજ તેમના સબંધીઓ ગમે તેમ અપશબ્દો બોલી લક્ષ્મીબેનને વાળ ખેંચી પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડો થતાં લક્ષ્મીબેનને તેમના માતા તેમજ બહેન છોડાવવા દોડી આવતા વિઠ્ઠલભાઈ ભોઈ તેમજ અન્ય ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવ અંગે લક્ષ્મીબેન રાહુલભાઈ ભોઈની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે વિઠ્ઠલભાઈ ચતુરભાઈ, કમળાબેન સુમનભાઈ, નીતિનભાઈ સુમનભાઈ તેમજ કેતનભાઇ સુમનભાઈ ભોઈ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.