કૂતરૃં આવી જતા બાઇક પરથી પટકાયેલી મહિલાને માથામાં ઇજા
સાવલી તાલુકાના લામડાપુરા ગામે ભેંસ વચ્ચે આવતા બાઇક ચાલક ઘાયલ
વડોદરા,રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક પરથી નીચે પટકાયેલી મહિલાને માથામાં ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સાવલી તાલુકાના રાણીપુરા ગામે રહેતા અર્જુનભાઇ નરસિંહભાઇ ભોંઇ ( ઉ.વ.૪૫) ગઇકાલે બપોરે સાડા ચાર વાગ્યે બાઇક લઇને નોકરીથી છૂટીને લામડાપુરા ગામ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે ભેંસ આવી જતા તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા. તેઓને માથા, છાતી તથા જમણા પગે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં તેઓ સયાજી હોસ્પિટલમાં દાખલ છે.
જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા તાલુકાના ઇંટોલી ગામે નવી નગરીમાં રહેતા લીલાબેન મણીલાલ પરમાર (ઉ.વ.૪૫) બાઇક પર બેસીને આજે બપોરે જતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા તેઓ નીચે પડી ગયા હતા. લીલાબેનને માથામાં ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.