Get The App

કોરોના-ઓમિક્રોનના સંક્રમણ સાથે, અમદાવાદમાં ટી.બી.ના એક વર્ષમાં ૧૮ હજાર કેસ,૮૦૦થી વધુના મોત

ટી.બી.કયા સ્ટેજમાં છે એ અંગે ઝડપથી નિદાન કરતી કાર્ટીઝ બેઝ કીટના અભાવથી નિદાનમાં લાગતો વધુ સમય

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
કોરોના-ઓમિક્રોનના સંક્રમણ સાથે, અમદાવાદમાં ટી.બી.ના એક વર્ષમાં ૧૮ હજાર કેસ,૮૦૦થી વધુના મોત 1 - image

અમદાવાદ,રવિવાર,2 જાન્યુ,2021

અમદાવાદ શહેરમાં કોરોના અને ઓમિક્રોનના સતત વધી રહેલા કેસની સાથે વીતેલા વર્ષ-૨૦૨૧માં ટી.બી.ના ૧૮ હજાર ઉપરાંત કેસ નોંધાયા હતા.એક વર્ષમાં ટી.બી.ના રોગથી સંક્રમિત થવાના કારણે ૮૦૦થી વધુ લોકોના મોત થવા પામ્યા હતા. ટી.બી.ના રોગને વર્ષ-૨૦૨૫ સુધીમાં નિર્મૂલન કરવાના ઉદ્દેશની વચ્ચે ટી.બી.નું ઝડપથી નિદાન થઈ શકે એ માટે અતિ ઉપયોગી એવી કાર્ટિઝ બેઝ ન્યુકલીક એસિડ એમ્પલિફીકેશન કીટના અભાવથી આ રોગના દર્દીઓ કયા સ્ટેજમાં છે એ અંગે ઝડપથી નિદાન થઈ શકતુ નથી.અસારવા વોર્ડમાં સૌથી વધુ ૧૪૭૬ કેસ અને ૯૦ લોકોના ટીબીથી મોત થવા પામ્યા હતા. જોધપુર વોર્ડમાં ૯૪૩ કેસ તથા ૧૬ દર્દીના મોત થવા પામ્યા હતા.

છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ શહેરમાં કોરોના અને ઓમિક્રોનના વધતા કેસની ચર્ચા એરણ ઉપર છે.પરંતુ બીજી તરફ રાજરોગ તરીકે એક સમયે જાણીતા બનેલા એવા ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં પણ વર્ષ-૨૦૨૧ના પુરા થયેલા વર્ષમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી રાજય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી શહેરના સાત ઝોનમાં ટી.બી.ના દર્દી શોધી તેમનું નિદાન કરવા ઉપરાંત તમામ દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવી રહી છે.ટીબીના દર્દીઓને શારીરીક ઉપરાંત માનસિક અને સામાજિક રીતે અદ્યતન ટેકનોલોજીની મદદથી સારવાર આપવામાં આવી રહી છે.

આમ છતાં ઘણાં કીસ્સાઓમાં ટીબીના દર્દીઓ અમુક અંશે સાજા થયા બાદ કોર્સ પુરો કરતા ના હોવાથી ફરીથી ટીબીના રોગથી ગ્રસ્ત બનતા હોવાનું એક અભ્યાસમાં બહાર આવવા પામ્યુ છે.વર્ષ-૨૦૨૧ના વીતેલા વર્ષમાં અમદાવાદ શહેરમાં પબ્લિક સેકટરમાં ટીબીના ૧૦૦૮૭ દર્દી અને પ્રાઈવેટ સેકટરમાં ૭૮૦૨ દર્દી નોંધાવા પામ્યા હતા.પબ્લિક સેકટરમાં ૬૦૯ અને પ્રાઈવેટ સેકટરમાં ૨૭૧ દર્દીઓના મોત થવા પામ્યા હતા.

અમદાવાદમાં વોર્ડ વાઈસ કેસ-મોત

વોર્ડ                    કુલ કેસ         મોત

-અમરાઈવાડી          ૯૨૯           ૪૩

-અસારવા              ૧૪૭૬         ૯૦

-બાપુનગર             ૬૧૦           ૩૨

-બહેરામપુરા            ૮૪૦           ૩૫

-ભાઈપુરા               ૬૭૨           ૩૯

-ચાંદખેડા               ૬૫૩           ૩૭

-દાણીલીમડા           ૮૭૪           ૩૯

-ઘાટલોડીયા            ૯૨૧           ૪૦

-ઈન્ડિયા કોલોની       ૬૮૮           ૩૭

-ઈસનપુર              ૭૫૪           ૩૬

-જમાલપુર             ૭૦૯           ૪૦

-જોધપુર               ૯૪૩           ૧૬

-જુનાવાડજ             ૭૬૮           ૨૮

-નવાવાડજ             ૮૪૭           ૩૧

-નોબલનગર           ૬૮૮           ૩૪

-રખિયાલ               ૧૧૨૦         ૬૧

-રાણીપ                ૪૧૫           ૨૨

-સૈજપુર                ૫૬૯           ૩૩

-શાહપુર                ૫૪૯           ૨૪

-વાસણા                ૭૭૭           ૪૩

-વટવા                 ૬૬૨           ૩૬

-વેજલપુર              ૮૫૭           ૪૮

-વિરાટનગર            ૮૦૪           ૩૬