Get The App

હાઇવે પર પતિના જીવલેણ હુમલાથી બચી પત્ની પેટ્રોલપંપ પર છુપાઈ: ભરૂચના યુવાન સામે ફરિયાદ

Updated: Jun 6th, 2023

GS TEAM


Google News
Google News
હાઇવે પર પતિના જીવલેણ હુમલાથી બચી પત્ની પેટ્રોલપંપ પર છુપાઈ: ભરૂચના યુવાન સામે ફરિયાદ 1 - image


                                                      Image Source: Freepik

ચાલુ કારમાં જ દહેજ માટે ઝગડો

પતિએ ચપ્પુથી હુમલો કરી પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો

વડોદરા, તા. 6 જૂન 2023 મંગળવાર

વડોદરા - વરણામાં હાઇવે પર ચાલુ કારમાં જ દહેજ માટે ઝઘડો કરી ભરૂચમાં રહેતા પતિએ પત્ની સાથે ઝપાઝપી કર્યા બાદ ચપ્પુથી હુમલો કર્યો હતો જોકે બચીને કારની બહાર નીકળી ગયેલી પત્ની પર પતિએ ફરીથી હુમલો કરી ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતી અનિતાના લગ્ન ત્રણ માસ પહેલા ભરૂચમાં સૌભાગ્ય રેસીડેન્સીમાં રહેતા દિપક મોહન પટેલ સાથે ત્રણ મહિના પહેલા થયા હતા અનિતાએ વરણામાં પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નના એક માસ બાદ તું દહેજમાં કશું લાવી નથી તેમ કહી પતિએ 25000 રૂપિયા લઈ આવ તેમ જણાવતા મેં નાસિકમાં રહેતા મારા ભાઈ પ્રકાશ કચરા સદગીર પાસેથી રકમ લઈને પતિને આપી હતી. બાદમાં દસ દિવસ પછી પતિએ જણાવેલ કે વડોદરા ખાતે તારીખ 2 જૂનના રોજ તમારા સગામાં પ્રસંગ છે તો તારા ભાઈઓ પણ ત્યાં આવશે તો તેમની પાસેથી ₹50,000 મંગાવી લેજે  આ વખતે મેં જણાવેલ કે હું એક વખત પિયરમાંથી પૈસા લાવી છું બીજી વખત લાવવાની નથી જેથી પતિએ મને તે વખતે ધમકી આપી હતી કે જો પૈસા નહીં મંગાવે તો તને બહુ જ મારીશ.

તારીખ 2 ના રોજ મારા ફોઈના દીકરી કંચન આવડેને ત્યાં નવા મકાનનું વાસ્તુ હોવાથી હું વડોદરા આવી હતી બાદમાં વાસ્તુ પુરૂ થઈ ગયા બાદ મારા પતિ કાર લઈને મને વડોદરા લેવા આવ્યા હતા. તારીખ 4 ની રાત્રે હું તેમજ મારા પતિ બંને કારમાં વડોદરાથી ભરૂચ જતા હતા ત્યારે હાઇવે પર જ પતિએ તું પૈસા લાવી એમ પુછતાં મેં ના પાડી હતી જેથી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને હવે તો તને મારી જ નાખવી પડશે તેમ કહી માર માર્યો હતો. હું પોલીસમાં ફોન કરવા જતા મારો મોબાઇલ પણ છીનવી લીધો હતો બાદમાં કાર ઊભી રાખી પતિએ મને ચપ્પુ બતાવી મારવા જતા હું દરવાજો ખોલી બહાર નીકળી ગઈ હતી જેથી પતિ પણ મારી પાછળ આવી મને લાતો મારી નીચે પાડી દીધી હતી અને બંને હાથેથી મારું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો હું પતિથી માંડ માંડ છૂટીને નજીકના પેટ્રોલપંપ પાસે પહોંચી હતી અને ત્યાં એક ભાઈએ મને ટાયરની પાછળ સંતાડી દીધી હતી પતિ થોડીક વાર ઊભા રહીને કાર લઈને જતો રહ્યો હતો બાદમાં મેં મારા ભાઈને ફોન કરી તેની મદદ લીધી હતી.

Tags :