Updated: May 26th, 2023
વડોદરા,તા.26 મે 2023,શુક્રવાર
નિઝામપુરા વિસ્તારમાં ઓફિસ ધરાવતા એક યુવકને ત્રણ જણાએ ઓફિસની બહાર આંતરી હુમલો કરતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
નિઝામપુરા વિસ્તારમાં બડા બજાર ખાતે કેરટેકરનું કામ કરતા નિશિત દરજીએ પોલીસને કહ્યું હતું કે સાંજે હું ઓફિસની બહાર નીકળ્યો ત્યારે આર્યન ઉર્ફે ઓમ પટેલ તેના બે મિત્રો સાથે બાઈક પર આવ્યો હતો અને મને રોક્યો હતો.
આર્યને તેની ફ્રેન્ડના માતા-પિતાને મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પાસવર્ડની માહિતી કેમ આપી...તેમ કહી ઝઘડો કર્યો હતો અને તેણે તથા તેના બે મિત્રોએ મને ગડદાપાટુનો માર માર્યો હતો. આર્યને એવી ધમકી આપી હતી કે તા 26 જૂન સુધીમાં હું તને પતાવી દઈશ.
જેથી ઉપરોક્ત ફરિયાદને આધારે ફતેગંજ પોલીસે ત્રણેય હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.