શું છે ગુજરાતના નવો કાયદો GUJCTOC, કોની સામે ગુનો લાગી શકે
વડોદરા,તા.20 જાન્યુઆરી,2021,બુધવાર
ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ની કેટલીક જાણવા જેવી બાબતો આ મુજબ છે.
- ખૂન,આર્મ્સ એક્ટ, વિસ્ફોટક નિયંત્રણ ધારાભંગ,લૂંટ,ચોરી,રાયોટિંગ,છેડતી, ધમકી,જીવલેણ હુમલા
- ખંડણી,જમીન પચાવી પાડવી,સોપારી આપવી,આર્થિક ગુના
- નાણાંકીય લાભ માટે અથવા કોઇ પણ સ્વરૃપે સંગઠિત રૃપે મોટા પ્રમાણમાં લોકોને છેતરવાનો હેતુ,પોન્ઝિ સ્કિમ,મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કિમ.
- ગંભીર પરિણામો વાળા સાયબર ગુના
- મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા,વેશ્યાવૃત્તિ, માનવ તસ્કરી કૌભાંડ સહિતની પ્રવૃત્તિઓ.
- છેલ્લા ૧૦ વર્ષની મુદતની અંદર એક કરતાં વધુ તહોમતનામા કોર્ટમાં ફાઇલ કરવામાં આવ્યા હોય,કોર્ટે ન્યાયિક નોંધ લીધી હોય,સિન્ડિકેટ કે સંયુક્ત રીતે વારંવાર કર્યા હોય.
- પાંચ વર્ષથી માંડીને આજીવન કેદ (મોટાભાગના કિસ્સામાં) કે મૃત્યુ દંડ અને રૃા.પાંચ લાખની ઓછો દંડ નહીં.
- ગુનો નોંધતા પહેલાં આઇજીપી કે પોલીક કમિશનરની પૂર્વ મંજૂરી લેવી પડશે.
- એસીપી કક્ષાના તપાસ અધિકારી
- વિશેષ કોર્ટ,વધુ આરોપી હોય તો ખાસ પબ્લિક પ્રોસિ.પણ નીમી શકાય.