Get The App

દેવ ડેમના 6 દરવાજા ખોલીને ઢાઢર નદીમાં પાણી છોડવામાં આવ્યું

Updated: Jul 12th, 2022

GS TEAM


Google News
Google News
દેવ ડેમના 6 દરવાજા ખોલીને ઢાઢર નદીમાં પાણી છોડવામાં આવ્યું 1 - image


- વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઇ તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા

વડોદરા તા.12 જુલાઈ 2022,મંગળવાર

પાણીની આવક વધતા હાલોલ તાલુકામાં આવેલાં દેવ નદી પરના દેવ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલમાં ગેટ નં.૨, ૩, ૬ અને ૭ ને ૧.૨ મીટર અને ૪ અને ૫ ને ૧.૫ મીટર જેટલા ખુલ્લા રાખીને ૨૪,૫૦૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળે છે.જેને અનુલક્ષીને દેવ અને ઢાઢર કાંઠે આવેલા વડોદરા જિલ્લાના ગામોમાં એલર્ટ રહેવા અને નાગરિકોને સલામત સ્થળ પર ખસી જવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Tags :