Get The App

વડોદરામાં ગોત્રી થી હરીનગર જવાના રોડ પર એક સાથે ચાર સ્થળે લાઈન લીકેજ થી પાણીની રેલમ છેલ

Updated: Sep 12th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં ગોત્રી થી હરીનગર જવાના રોડ પર એક સાથે ચાર સ્થળે લાઈન લીકેજ થી પાણીની રેલમ છેલ 1 - image


- વગર ચોમાસે જળબંબાકારના દ્રશ્ય જોવા મળ્યા

વડોદરા,તા.12 સપ્ટેમ્બર 2023,મંગળવાર

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી થી હરીનગર હોસ્પિટલ તરફ જવાના રોડ પર એક સાથે ચાર જગ્યાએ પાણીની લાઈનમાં લીકેજ જોવા મળતા પાણીની રેલમછેલ થઈ ગઈ હતી અને વગર ચોમાસે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

શહેરના કોઈને કોઈ વિસ્તારમાં દરરોજ લાઈન લીકેજના બનાવ જોવા મળે છે. લીકેજના બનાવો ઘટવાને બદલે વધી રહ્યા છે. ગોત્રી થી હરીનગર હોસ્પિટલ તરફ જવાના રોડ પર એક નહીં પણ ચાર લીકેજ થી પાણી વિતરણના સમયે રોડ પર રેલમછેલ થતાં વાહન ચાલકોને અને રાહદારીઓને પણ મુશ્કેલી પડી હતી. અંડરગ્રાઉન્ડ પસાર થતી પાણીની લાઈનમાં મેન્ટેનન્સ દરમિયાન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા આવી સ્થિતિનું નિર્માણ થાય છે. લીકેજના કારણે ભુવા પણ પડતા રહે છે. હજુ બે દિવસ પહેલા જ અકોટા બ્રિજ દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે પાણીની લાઈનમાં મોટું લીકેજ હોવાથી ટ્રાફિકજામ સહિતના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોએ પાણી ઓછું મળતા હેરાનગતિ પણ ભોગવી હતી. શહેરમાં આમ પણ હાલ વિવિધ વિસ્તારોમાં પાણી લો પ્રેશરથી મળતું હોવાની સમસ્યા છે. જેમાં લીકેજના કારણે સમસ્યા ઔર વધે છે. અધિકારીઓની મિટિંગમાં પણ લીકેજની કામગીરી તાકીદે પૂર્ણ કરી પાણીનો વેડફાટ અટકાવવા સૂચના આપવામાં આવે છે, છતાં લીકેજ રીપેરીંગ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે છે. સ્કાડા સિસ્ટમ અમલી બનાવી હોવા છતાં પણ લીકેજ ની જાણ તંત્રને થતી નથી તેનું પણ લોકોને અચરજ છે.

Tags :