વડોદરા: વોર્ડ વિઝાર્ડ જોય e- બાઈક કંપની અને તેના સંચાલકોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપાશે
વડોદરા, તા. 07 ફેબ્રુઆરી 2024 બુધવાર
વડોદરા આજવા રોડ સયાજીપુરા નજીક આવેલી વોર્ડ વિઝાર્ડ ઈ બાઈક બનાવતી કંપની અને તેના સંચાલકો ને ત્યાં આજે સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડી તપાસ શરૂ કરી છે. જેને ત્યાંથી કરોડો રૂપિયાની બેનામી કરચોરી ઝડપાવવાની શક્યતા રહેલી છે.
વડોદરા ના આજવા સયાજીપુરા પાસે જોય બાઈક ના બ્રાન્ડ નેમ થી ઈ બાઈકનું ઉત્પાદન કરતી વોર્ડ વિઝાર્ડ કંપની ખાતે અને ભાઈલી સ્થિત દર્શનમ સ્પ્લેન્ડોરા ખાતે રહેતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યતીન ગુપ્તે સહિત અન્ય ડિરેક્ટરોને ત્યાં આવકવેરાની અલગ અલગ ટીમોએ આજે સવારથી દરોડા પાડી કામગીરી શરૂ કરી છે.
તાજેતરમાં જાણીતા ધર્મગુરુ બાગેશ્વર બાબાએ પણ જોઈ બાઈક અને કંપનીના સંચાલક ને ત્યાં પધરામણી કરી હતી.
આવકવેરા વિભાગ દ્વારા આજે સવારથી શરૂ થયેલી કામગીરીમાં કંપનીના હિસાબોની તપાસ શરૂ કરી છે તે સાથે મહત્વના દસ્તાવેજી પુરાવા અને કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે આ દરોડા માં કરોડો રૂપિયાની કરચોરી ઝડપ પાસે તેમ માનવામાં આવે છે.
જોય બાઈક કંપની અને તેમના સંચાલકો ના નિવાસ્થાનો ખાતે આવકવેરાના દરોડા ની કામગીરી અંગે હજી સુધી સત્તાવાર રીતે આવકવેરા વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ બિન સત્તાવાર રીતે હાલમાં વડોદરા શહેરની આસપાસમાં પાંચ થી છ જગ્યાએ દરોડાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
કંપનીમાં ફરજ બજાવતા અન્ય બે ડિરેક્ટરો અને ચેરમેન વચ્ચે કેટલાક મુદ્દા પર વિવાદ સર્જાતા બે ડિરેક્ટરે તાજેતરમાં રાજીનામાં પણ આપી દીધા હોવાનું જાણવા મળે છે.