વુડા દ્વારા ત્રણ નવી ટીપી સ્કીમો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ: તા.26મીએ ખેડૂતો સાથે બેઠક
વડોદરા,તા. 14 એપ્રિલ 2022,ગુરૂવાર
વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વડોદરાના સુવ્યવસ્થિત વિકાસને ધ્યાનમાં રાખી ૩ નવી ટીપી સ્કીમો મુસદારૂપ તૈયાર કરી હવે જમીન માલિકો સાથે મીટીંગ યોજી આખરી પ્રસિદ્ધિ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ ના અધ્યક્ષ શાલિની અગ્રવાલએ વુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી વુડા વિસ્તારના સુઆયોજિત વિકાસ માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી અને આગામી વર્ષ 2040 ને ધ્યાનમાં રાખી ટાઉન પ્લાનિંગ સ્કીમ નું આયોજન કરવા જણાવ્યું હતું એ આધારે વુંડાના અધિકારીઓએ ટીપી સ્કીમો ની પૂર્વ તૈયારી શરૂ કરી છે જેમાં વડોદરાની આસપાસ ની રતનપુર આંમલીયારા અને આમોદર વિસ્તારની ત્રણ ટીપી સ્કીમો નો સમાવેશ થાય છે.
વડોદરાના સુઆયોજિત વિકાસને ધ્યાનમાં રાખી હાલમાં રતનપુર આંબલીયારા અને આમોદર વિસ્તારની ટીપી સ્કીમોનો ઈરાદો જાહેર કર્યો હતો હવે આ ત્રણ ટીપી સ્કીમના વિસ્તારના જમીન માલિકો સાથે તા. 26મીના રોજ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ વુંડા ભવન કારેલીબાગ ખાતે ત્રણ અલગ અલગ સમયે બેઠકો યોજી છે.
વુંડા માંથી જાણવા મળતી માહિતી પ્રમાણે આંમલીયારા ટીપી સ્કીમના જમીનમાલિકોને તારીખ 26મી એ સવારે 10 થી 12 દરમિયાન ચર્ચા-વિચારણા માટે બોલાવ્યા છે જ્યારે આમોદર ના જમીનમાલિકોને બપોરે 1થી 3 દરમિયાન અને રતનપુર ટીપી સ્કીમના જમીનમાલિકોને સાંજે 4 થી 6 દરમિયાન બોલાવ્યા છે આ બેઠકમાં ખેડૂતો અને જમીન માલિકોના જે કોઈ પ્રશ્નો હશે એ અંગે રજૂઆતો સાંભળ્યા બાદ ત્રણેય ટીપી સ્કીમ ની આખરી પ્રસિધ્ધ કરાશે.