For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા: જાહેરમાં શૌચ ક્રિયા અટકાવવાની ઝુંબેશમાં સ્ટાર રેટિંગ અને વોટર પ્લસ સર્ટિફિકેશન મેળવવા કોર્પોરેશનના પ્રયાસો

Updated: Dec 9th, 2022

Article Content Image

વડોદરા,તા.8 ડિસેમ્બર 2022,શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં શૌચ ક્રિયા અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે 70 થી વધુ જાહેર શૌચાલય અને 35,000 થી વધુ ઘેર ઘેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા જેને કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને વડોદરા શહેર ઓપન ડેફીકેશન ફ્રી સીટી અંગેનું સર્ટિફિકેટ અને રેટિંગ પણ પ્રાપ્ત થયું છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા સ્ટાર રેટિંગ અને વોટર પ્લસ સર્ટિફિકેશન મેળવવા ના પ્રયત્નો હાથ ધર્યા છે.

ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2023 અંતર્ગત વડોદરા શહેરનો સર્વે હાથ ધરવામાં આવશે. વડોદરા શહેર ઓપન ડેફીકેશન ફ્રી સીટી અંગેનું સર્ટિફિકેટ ધરાવે છે. સ્વચ્છ સર્વેક્ષણ 2023 અંતર્ગત વડોદરા શહેર સ્ટાર રેટિંગ મેળવવા માટેના સફાઈ અને ઘન કચરાના વ્યવસ્થાપન માટેના તમામ મુદ્દાઓની તેમજ વોટર પ્લસ સર્ટિફિકેશન મેળવવા માટેના તમામ મુદ્દાઓની પૂર્તતા કરે છે. રાજ્ય સરકારમાં મ્યુનિસિપલ કોર્પોરેશને અરજી આપવા અંગેની કાર્યવાહી કરી છે. જે હેઠળ શહેરના તમામ નાગરિકો સંસ્થાઓ પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. તેઓના વાંધા સુચન 15 દિવસમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ખાતે રજુ કરવાના રહેશે.

Gujarat