બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેના પ્લાન્ટને અપગ્રેડ કરવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ ૭૯૫ ચોરસ મીટર જગ્યા ફાળવશે
વડોદરા ,તા.15 નવેમ્બર, ગુરુવાર
વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અટલાદરા ખાતે બનાવેલ પ્લાન્ટને અપગ્રેડ કરશ.ે આ માટે વધુ ૭૯૫ ચોરસ મીટર જમીન આપવામાં આવશે.વન પર્યાવરણ મંત્રાલય નિયમોમાં ફેરફાર કરતા તેના આધારે આ પ્લાન્ટમાં અપગ્રેડેશન કરવામાં આવશે
ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે બહાર પાડેલા બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને હેન્ડલિંગ ના નિયમો ૧૯૯૮ હેઠળ બાયો મેડિકલ વેસ્ટ નિકાલ માટે કોમન ટ્રીટમેન્ટ સુવિધા ઉભી કરવા અટલાદરા ખાતે ના નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની પાસે ૧૦૦૦ ચોરસ મીટર જગ્યા રૃ.૧૦૧ ના વાષક ભાડાથી ૨૦૦૩માં ૩૦ વર્ષના ભાડાપટ્ટે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન વડોદરા બ્રાન્ચ દ્વારા બનાવેલા બનાવેલા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન બરોડા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ આપેલ છે.
ભારત સરકાર તરફથી નિયમોમાં ૨૦૧૬ ની સાલ માં સુધારો કરાયો છે.જોગવાઈઓ મુજબ હાલના પ્લાન્ટ માટે ઓછામાં ઓછી બે હજાર ચોરસ મીટર જગ્યામાં પ્લાન્ટનું અપગ્રેડેશન કરવાનું રહે છ.ે જેથી અગાઉ ફાળવેલી ૧૦૦૦ ચોરસ મીટર જમીન પાસે વધારાની ૧૨૦૦ ચોરસ મીટર જમીન આપવી પડશે.આ ટ્રસ્ટને નવેસરથી મળી કુલ ૨૨૦૦ ચોરસ મીટર જગ્યા ૩૦ વર્ષની મુદત માટે ભાડેથી આપવા પત્ર લખેલો છ.ે જોકે આ સ્થળે ૭૯૫ ચોરસ મીટર જગ્યા આપી શકાય તેમ છે .જેથી આ ટ્રસ્ટ ને ૨૨૦૦ બદલે ૧૭૯૫ ચોરસ મીટર જમીન આપી શકાશે ૭૯૫ ચોરસ મીટર જગ્યા વાષક એક રૃપિયાના પ્રતિ ચોરસ મીટર ટોકનભાડાથી અગાઉની મુદત પૂરી થાય ત્યાં સુધીની અગાઉની શરતો મુજબ અથવા તો નવી ૭૯૫ ચોરસ મીટર મળી કુલ ૧૭૯૫ નવેસરથી ૩૦ વર્ષની મુદત માટે આપવા માટે સ્થાયી સમિતિ નિર્ણય કરશે. હાલ વડોદરામાં પ્રતિદિન ૧૦૦૦ થી ૧૫૦૦ કિલો બાયોમેડિકલ વેસ્ટ પેદા થાય છે. જેનો નિકાલ કરવા માટે હાલ જે પ્લાન્ટ છે . તેની ભઠ્ઠીની ક્ષમતા પ્રતિ કલાક ૫૦ કિલો બાયોમેડિકલ વેસ્ટ બનાવાની છે. પ્લાન્ટ અપગ્રેડ થયા બાદ તેની ક્ષમતામાં વધારો થશે.