Get The App

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને સ્વેટર અને જર્સી આપશે

Updated: Nov 1st, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને સ્વેટર અને જર્સી આપશે 1 - image


- આશરે પાંચ હજાર કર્મચારીઓ માટે 38 લાખનો ખર્ચ થશે

વડોદરા,તા.1 નવેમ્બર 2021,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા ત્રીજા અને ચોથા વર્ગના આશરે પાંચ હજાર કર્મચારીઓને આશરે 38 લાખના ખર્ચે શિયાળા માટે ગરમ સ્વેટર અને જર્સી આપવામાં આવશે. ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને દર પાંચ વર્ષે એક સ્વેટર અને જર્સી અપાય છે. જેમાં પુરૂષ કર્મચારીઓને સ્વેટર અને મહિલા કર્મચારીઓને જર્સી અપાય છે. આ ખરીદી વર્ષ 2017 થી 2021 ના બ્લોક પેટે કરવામાં આવશે. આ ખરીદી કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 30 જૂનના રોજ એક પત્ર જારી કરવામાં આવ્યો હતો અને તેની ખરીદીને મંજૂરી મેળવીને ટેન્ડર મંગાવ્યા હતા. ટેન્ડર સાથે સ્વેટર અને જર્સીના સેમ્પલ પણ આવ્યા હતા. કુલ આઠ ટેન્ડર કોર્પોરેશનને મળ્યા હતા. સ્વેટર અને જર્સીના સેમ્પલ અટીરા લેબોરેટરી ખાતે ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. જેમાંથી ત્રણ ક્વોલિફાય થયા હતા અને પાંચ ડીશક્વોલિફાય થયા હતા. એક ઇજારદારનું ટેન્ડર 3.09 ટકા વધુ ભાવ નું હતું. જેને ભાવ ઘટાડો કરવાનું કહેતા છેવટે અઢી ટકા વધુ ભાવનું રૂપિયા 38.02 બે લાખનું સ્વેટર અને જર્સીની ખરીદીનું ટેન્ડર સ્ટેન્ડિંગ સમિતિ એ મંજૂર કર્યું હતું. બાકીના બે ઇજારદારના ભાવ આનાથી પણ વધુ હતા. પુરૂષ કર્મચારીઓ માટે 3500 અને મહિલા કર્મચારીઓ માટે 1500 જર્સીની ખરીદી થશે.

Tags :