Gujarat

અમદાવાદની બે ફ્લાઇટને 35 મિનિટ ચક્કર લગાવવા પડયા

By GS Team
25 Jul 20201 min read
This article was originally published on 25 Jul 2020
અમદાવાદની બે ફ્લાઇટને 35 મિનિટ ચક્કર લગાવવા પડયા

અમદાવાદ,શનિવાર

બપોર બાદ પડેલા ભારે વરસાદને પગલે વિઝિબિલિટી ઘટી જતાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે અવર-જવર કરતી ૮ ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા હતા જ્યારે બે ફ્લાઇટને લેન્ડિંગ અગાઉ ૩૫ મિનિટ સુધી હવામાં ચક્કર લગાવવા પડયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્ડિગોની હૈદરાબાદ-અમદાવાદ ફ્લાઇટ સાંજે ૬ઃ૧૦ના આવી પહોંચી હતી. પરંતુ એ સમયે ભારે વરસાદને પગલે વિઝિબિલિટિ ઓછી હોવાથી તેને લેન્ડિંગ માટે સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આ ફ્લાઇટ ૨૨ મિનિટ સુધી ચક્કર લગાવ્યા બાદ અમદાવાદ એરપોર્ટમાં લેન્ડ થઇ શકી હતી. એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આ ફ્લાઇટ૬ઃ૧૦ના અમદાવાદ આવી પહોંચી હતી. પરંતુ તેને લેન્ડિંગ અગાઉ ૩૫ મિનિટ સુધી ચક્કર લગાવવા પડયા હતા.

આ ઉપરાંત ભારે વરસાદને લીધે અનેક ફ્લાઇટ સમયસર ટેક ઓફ્ પણ કરી શકી નહોતી. દરમિયાન ઓછા મુસાફરોને પગલે અમદાવાદ અવર-જવર કરતી અનેક ફ્લાઇટ અચોક્કસ મુદ્દત માટે રદ કરવામાં આવી રહી છે.જેમાં હવે  અમદાવાદ-લખનૌની સાંજની ફ્લાઇટનો પણ સમાવેશ થઇ ગયો છે. હાલની સ્થિતિ યથાવત્ રહે તો આગામી સમયમાં એરલાઇન્સ દ્વારા તેમના વધુ પણ કેટલાક રૃટ હાલ પૂરતા બંધ કરવામાં આવી શકે છે.