તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ્યનો ૧૫૫ કીમીની સ્પીડ વિડીયો વાયરલ
નિસાર વૈદ્યે કારને ઓવરસ્પીડમાં હંકારીનો વિડીયો વાયરલ થતા વકીલની મુશ્કેલી વધી
નિસાર વૈદ્યે ફેસબુક પર વિડીયો મુક્યો હતોઃ અમદાવાદ ટ્રાફિક પોલીસે વાયરલ વિડીયો મામલે તપાસ શરૂ કરી
અમદાવાદ,શુક્રવાર
એસ જી હાઇવના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતના કેસમાં તથ્ય પટેલ અને પ્રજ્ઞોશ પટેલના વકીલ નિસાર વૈદ્ય જાહેરમાં ઓવરસ્પીડ મામલે તથ્યનો બચાવ કર્યો હતો. જો કે નિસાર હવે ખુદ ઓવરસ્પીડ મામલે ફસાઇ શકે છે. નિસાર વૈદ્યે તેમા ફેસબુક પેજ કાર ૧૫૫ કિલોમીટર પ્રતિકલાકની ગતિએ ચલાવતો હોવાનો વિડીયો અગાઉ મુક્યો છે. જે અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં તપાસ બાદ નિસાર વૈદ્ય વિરૂદ્વ પણ કાયદાકીય કાર્યવાહીની શક્યતા છે.ઇસ્કોન બ્રીજ પર તથ્ય પટેલે અકસ્માત સર્જીને નવ લોકોના ભોગ લીધા ત્યારે પ્રજ્ઞોશ પટેલ ્અને તેના પુત્રના બચાવમાં આવેલા વકીલ નિસાર વૈદ્યે દાવો કર્યો હતો કે તથ્ય પટેલ ઓવરસ્પીડમાં કાર ચલાવતો નહોતો એ સાથેસાથે અકસ્માત સ્થળે બેરિકેડ નહોતી અને સ્ટ્રીટ લાઇટ પણ બંધ હતી. જો કે હવે તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ્ય જ ઓવર સ્પીડમાં વાહન ચલાવાવાના મામલે કાયદાકીય સંકજામાં ફસાઇ શકે છે. નિસારે વૈદ્યે તેના ફેસબુક પર ગત જાન્યુઆરી ૨૦૨૧માં એક વિડીયો મુક્યો હતો. જેમાં તે કારને ૧૫૫ કિલોમીટર પ્રતિકલાકની ગતિએ ચલાવે છે. આ વિડીયો એસ જી હાઇવે પરનો હોવાની સંભાવના છે. જે સોશિયલ મિડીયામાં વાયરલ થતા ટ્રાફિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જેમાં તેણે કાર ઓવરસ્પીડમાં ચલાવી હોવાનું બહાર આવશે. તો નિસાર વૈદ્ય સામે પણ કાર્યવાહી થઇ શકે છે.