વડોદરામાં વડસર બ્રિજ ખાતે મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ
વડોદરા,તા.12 ડિસેમ્બર 2022,સોમવાર
વડોદરા શહેરના વડસર બ્રિજ ખાતે મારામારીની ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શ્રમજીવીઓ અવારનવાર આ રીતે જાહેર રસ્તામાં બાખળતા કાયદા વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે.
વડોદરામાં વડસર બ્રિજ ખાતે મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ#Vadodara #VadsarBridge #Crime #Fights pic.twitter.com/NXcvSL2I7Y
— Gujarat Samachar (@gujratsamachar) December 12, 2022
વડસર બ્રિજ ખાતે અવારનવાર ડોર ટુ ડોર કચરા વાહનોના કર્મચારીઓ તથા શ્રમજીવીઓ જાહેર રસ્તામાં બાખળતા હોવાની ઘટનાઓ ઘટે છે. જાહેરમાં અપશબ્દો બોલવાની સાથે છુટા હાથની મારામારીની અનેક ઘટનાઓ ઘટે છે. પરિણામે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થતા હોય છે. વધુ એક વખત વડસર બ્રિજ ખાતે મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થયા હતા. આ પ્રકારની ઘટનાઓ વિસ્તારમાં ભયનો માહોલ ઉત્પન્ન કરે છે. વાયરલ વિડીયો બાબતે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો કે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.