Get The App

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

વૃધ્ધાવસ્થામાં પહોંચેલા વકીલ મંદિરના પુજારી તરીકે પણ સેવા આપે છે,વાયરલ વીડિયોની વકીલ આલમમાં ભારે ચર્ચા

Updated: Jun 21st, 2021

GS TEAM

Google News
Google News
વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ 1 - image


વડોદરા : જિલ્લાના ભાજપાના આધેડ વયના એક સસ્પેન્ડેડ નેતાનો વિડિયા ેકોલમાં યુવતી સાથે નગ્ન અવસ્થામાં વર્ચ્યુઅલ સેક્સ માણતો વિડિયો વાયરલ થયા બાદ વડોદરાના એક મંદિરના પુજારી કે જેઓ  ભગવાનની સેવા પૂજા ે સાથે વકીલાતની પ્રેક્ટિસ પણ કરે છે, તે વૃધ્ધનો પણ આવો એક વિડિયો વાયરલ થતા વકીલ આલમમાં આજે  તેની ભારે ચર્ચા રહી હતી. સોશિયલ મીડિયામાં અજાણી યુવતીઓ પહેલા સંબંધ કેળવે છે અને પછી આ પ્રકારના વીડિયો બનાવીને 'હનીટ્રેપ'મા ફસાવે છે અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને ખંડણી માગતી હોવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે.

વડોદરાના વકીલ આલમમાંથી જાણવા મળતી વિગતો અનુસાર વડોદરાના એક મોટી ઉમરના વકીલ પણ 'હનીટ્રેપ'માં ફસાયા છે. વકીલનો વાયરલ થયેલ વીડિયો કોલની ક્લિપમાં એક યુવતી તેના બાથરૃમમાં છે અને સામે છેડે વીડિયો કોલ ઉપર વકીલ તેમના રૃમમાં બેઠા છે. યુવતી ધીમે ધીમે તેના તમામ કપડા ઉતારીને નિર્વસ્ત્ર થાય છે. બીજી તરફ વકીલ પણ પોતાનું પેન્ટ ઉતારીને સેક્સલીલાની મજા માણતા નજરે પડે છે. યુવતી તેના અંગોનુ પ્રદર્શન કરતી   વીડિયોમાં દેખાય છે.  થોડા સમય પછી યુવતી કપડા પહેરે છે  તો વકીલ તેને કપડા ઉતારવાનું કહી રહ્યા છે.

વકીલનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતી અને તેના સાગરીતોએ વકીલ પાસે ખંડણી પણ માગી હોવાનું જાણવા મળે છે. આ બાબતે વકીલ સાથે વાત કરવા માટે તેમના મોબાઇલ ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ વકીલનો સંપર્ક થઇ શક્યો ન હતો.

Tags :