પાણાગેટ બહાર રોડ પર ફરી શાકભાજીની લારીઓના દબાણો
કોઇને રોડ પર દબાણ નહીં કરવા દેવાય, જે દબાણ કરશે તેને હટાવાશે
વડોદરા, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણીગેટ બહાર કેટલાક શાકભાજીના ધંધાર્થીઓએ ફરી રોડ પર ઉભા રહી ટ્રફિકને અવરોધરૃપ બની ધંધો શરૃ કરતા પુનઃ જૈસે થે સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
પાણીગેટ બહાર શાકભાજીના ધંધાર્થીઓ અને લારીવાળાઓ રોડ પર બેસીને ધંધો કરતા હતા, જેના કારણે ટ્રાફિકજામના પ્રશ્નો સર્જાતા હતા, અને અવારનવાર ઝઘડાના પણ બનાવો બનતા હતા, જેને ધ્યાનમાં રાખીને થોડા સમય અગાઉ કોર્પોરેશન દ્વારા નજીકમાં શાકભાજીના ધંધાર્થીઓને ઓટલો બનાવી ધંધો કરવા માટેની વ્યવસ્થા ઊભી કરાવી હતી. શાકમાર્કેટની પાછળ ખુલ્લી જગ્યા પડતર હતી, ત્યાં આ વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૃઆતમાં ધંધાર્થીઓએ આ વ્યવસ્થાના આધારે ધંધો રોજગાર શરૃ કર્યો, પરંતુ ત્યારબાદ વધારાની લારીઓ અને પથારાવાળા પુનઃ રોડ પર ગોઠવાઇ જતા સ્થિતિ જૈસે થે બની ગઇ છે. જો કે સ્થાયીના અધ્યક્ષે જણાવ્યું હતું કે કોઇને રોડ પર દબાણ નહીં કરવા દેવાય. જે કોઇ દબાણ કરશે તેઓને હટાવવામાં આવશે.