Get The App

નાના છોકરાઓ વચ્ચેના ઝઘડાની અદાવતે મકાન તેમજ ફરાસખાનાના સામાનની તોડફોડ

Updated: Dec 26th, 2022

GS TEAM

Google News
Google News
નાના છોકરાઓ વચ્ચેના ઝઘડાની અદાવતે મકાન તેમજ ફરાસખાનાના સામાનની તોડફોડ 1 - image

વડોદરા,તા.26 ડિસેમ્બર 2022,સોમવાર

ચોખંડી નાની શાકમાર્કેટ પાસે એપાર્ટમેન્ટમાં રહેતા કોર્પોરેશનના સફાઈ કામદાર મેહુલ રમણભાઈ સોલંકી એ વાડી પોલીસમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે ગઈકાલે હું મારા ઘરે હતો તે દરમિયાન અમારા ઘર નજીક નાના છોકરાઓ રમતા હતા મારા ભાણેજ એ જમીન ઉપર પડેલી પાણીની ખાલી બોટલને પગથી ઠેસ મારતા આ બોટલ મિત સોલંકી ને વાગી હતી જેના પગલે નાના છોકરાઓ વચ્ચે અંદરો અંદર ઝઘડો થયો હતો ત્યારબાદ છોકરાઓ વિકેરાઈ ગયા હતા પરંતુ રાત્રે પોણા અગ્યાર વાગે હું મારા નીચે ઉભો હતો તે વખતે નાના છોકરાઓ વચ્ચે તેના ઝઘડાને અમદાવાદ રાખી ભાગ્ય સોલંકી દક્ષેશ સોલંકી ભાવેશ સોલંકી એ લાકડી તથા બેટ લઈને આવી અમારા એપાર્ટમેન્ટની નીચે રાજાભાઈ રાઠોડનું બનાસકાંઠા નો સામાન પ્લાસ્ટિકની ખુરશીઓની તોડફોડ કરી હતી તેમજ તેજલબેન વાઘેલાના મકાનમાં દરવાજા પર તેમજ બારીઓ પણ લાકડીઓ મારી તોડફોડ કરવા લાગ્યા હતા. મેં તેઓને તોડફોડ કરવાની ના પાડતા તેઓ મારા પર હુમલો કર્યો હતો. દરમિયાન આજુબાજુના રહીશો ભેગા થઈ જતા હુમલાપુર ભાગી ગયા હતા આ અંગે સામા પક્ષે પણ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.