વડોદરા: રવાલ અને બાણેજ ગામમાંથી બે અજગર રેસ્ક્યું
વડોદરા,તા.22 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર
વડોદરા જિલ્લામાં વન્ય જીવ બચાવી અને પકાડવાની કામગીરી કરતી એન જી ઓ જી .એસ. પી.સી.એ. ની ટીમ દ્વારા બે અઝગરનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
વાઘોડિયા તાલુકાના રવાલ ગામ પાસે જીઇબી સબ સ્ટેશનમાંથી સાડા સાત ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ કાયાવરણની સીમમા આવેલ બાણેજ ગામ કેનાલમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજ ભાવસારની ટીમ રીનવ કદમ અને તેઓના સાથી, વડોદરા વન વિભાગના નીતિન પટેલ સાથે બાણેજ ગામ પહોંચી સાવચેતી પૂર્વક ૧૦ ફૂટની લાબાઈ ધરાવતા અજગરનું સાવચેતી પૂર્વક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેસક્યુ ઓપરેશન નિહાળવા ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા. અને અજગર ઝડપાતા ગ્રામજનોને રાહત મળી હતી.