Get The App

વડોદરા : જાંબુઆ વુડાના મકાન પાસે એક વ્યક્તિ પર બે શખ્સોનો પથ્થરથી હુમલો

Updated: Aug 31st, 2023

GS TEAM


Google News
Google News
વડોદરા : જાંબુઆ વુડાના મકાન પાસે એક વ્યક્તિ પર બે શખ્સોનો પથ્થરથી હુમલો 1 - image

image : Freepik

વડોદરા,તા.31 ઓગસ્ટ 2023,ગુરૂવાર

જાંબુવા વુડાના મકાન પાસે બાકડા ઉપર બેઠેલા એક વ્યક્તિ સાથે બે જણાએ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પથ્થરથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી  લોહીલુહાણ થઈ ગયેલા ઇજાગ્રસ્ત વ્યક્તિએબંને શખ્સો વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નાધાવી છે.

શહેરના જાંબુવા વુડાના મકાનમાં રહેતા ડાહ્યાભાઇ શનાભાઇ પરમારે ફરિયાદ નાધવી હતી કે બુધવારે સાંજના પાંચેક વાગ્યાના સમારે વુડાના મકાનોના મેદાનમા ભાથીજી મંદીર આગળ બાંકડા ઉપર બેઠો હતો.આ સમય દરમિયાન વુડાના મકાનમા રહેતો લલીતભાઇ મહેશભાઇ પરમાર મારી બાજુમા આવીને બેઠો હતો અને બાજુમા ખસ તેમ કહ્યું હતું. ત્યારબાદ પંકજભાઇ વિજયભાઇ તડવીને લલીતે બોલાવી કહયું કે આ ડાહ્યાભાઇ તને ગાળો બોલે છે. જેથી પંકજ એકદમ ઉસ્કેરાઇ જઇ મને ગમે તેવી ગાળો બોલવા લાગ્યો હતો. બુમાબુમ કરતા માણસો ભેગા થઇ ગયા હતા. અમારે ત્રણેય વચ્ચે ઝપાઝપી થતા પંકજે નીચે પડેલ પથ્થર લઇ મારા પર હુમલો કર્યો હતો જેથી લોહિ નીકળવા લાગ્યુ હતું ત્યા ભેગા થયેલા માણસોએ મને છોડાવ્યો હતો આ બન્ને મને ગળદાપાટુનો માર મારી ન સંભળાય તેવી ગંદી ગાળો બોલી હવે પછી ગાળો બોલી તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઇજા થવાના કારણે એસ.એસ.જી હોસ્પીટલમા જઇ સારવાર કરાવ્યા બાદ પોલીસ  ફરિયાદ નોંધાવી છે

નોંધાવી છે


Tags :