વડોદરા: નાસતા ફરતા આરોપીને નવાપુરા પોલીસે ઝડપી જેલના હવાલે કર્યો

Updated: Sep 4th, 2023


Google NewsGoogle News
વડોદરા: નાસતા ફરતા આરોપીને નવાપુરા પોલીસે ઝડપી જેલના હવાલે કર્યો 1 - image

image : Freepik

- કોર્ટ દ્વારા ભરણ પોષણની રકમનો હુકમ કર્યો હોવા છતાં નહીં ચૂકવી ફરાર હતો

વડોદરા,તા.4 સપ્ટેમ્બર 2023,સોમવાર

નડિયાદ ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને ભરણપોષણની રકમ આવપાનો હુકમ કર્યો હતો. છતાં આરોપી કોર્ટના હુકમનો અનાદર કરીને નાસ્તો ફરતો હતો.

નવાપુરા પોલીસે તેને ઝડપી પાડી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.હાલમાં લોકઅદાલત અનુસંધાને સમન્સ વોરંટની વધુમાં વધુ બજવણી કરી અસરકારક કામગીરી કરવા માટે સુચના આપી હતી. જેના અંતર્ગત નડીયાદ ફેમીલી કોર્ટ દ્વારા દિપકભાઇ જીણાભાઇ ( રહે. નવાપુરા ખંડેરાવ તળાવ)નુ આરોપીને 22 માસની કેદની સજા તથા 66 હજાર ભરણપોષણની રકમ આપવાનો હુકમ કર્યો હતો. પરંતુ આરોપીએ ભરણપોષણની રકમ આપતો આપી નહોતી. જે બદલ તેની સામે વોરંટ ઇશ્યુ કર્યું હતું પરંતુ આરોપી સજામાંથી બચવા સારૂ આજદિન સુધી નાસતો-ફરતો હતો.

નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ  એચ.એલ.આહીરના માર્ગદર્શન હેઠળ શનિવારે સ્ટાફ દ્વારા આરોપીની તપાસ કરી તેને પકડી પાડ્યો હતો. ત્યારબાદ તેને કોર્ટના હુકમ મુજબ બીજા દિવસે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.



Google NewsGoogle News