Get The App

ગેટ પરીક્ષામાં વડોદરાના ૬ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૧૦૦માં સ્થાન મેળવ્યુ

Updated: Mar 17th, 2024

GS TEAM

Google News
Google News
ગેટ પરીક્ષામાં વડોદરાના ૬ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૧૦૦માં સ્થાન મેળવ્યુ 1 - image

વડોદરાઃ કેન્દ્ર સરકારના જાહેર સાહસોમાં નોકરી માટે તેમજ આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાં માસ્ટર્સના કોર્સમાં પ્રવેશ માટે લેવાતી ગેટ( ગ્રેજ્યુએટ એપ્ટિટયુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ)પરીક્ષાનુ પરિણામ શનિવારની મોડી સાંજે જાહેર થયુ હતુ અને તેમાં વડોદરાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઝળકયા છે.

ગેટ પરીક્ષામાં એન્જિનિયરિંગને લગતા વિવિધ વિષયોના અલગ અલગ પેપર નીકળતા હોય છે અને દરેક વિષય પ્રમાણે ઓલ ઈન્ડિયા રેન્ક જાહેર કરવામાં આવે છે.વડોદરામાંથી ૧૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગેટ પરીક્ષા આપી હતી અને આ પૈકીના  ૬ વિદ્યાર્થીઓ એવા છે જેમણે દેશના ટોપ ૧૦૦માં સ્થાન મેળવ્યુ છે. જ્યારે ૧૫  કરતા વધારે વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયમાં દેશના ટોપ-૫૦૦ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યુ છે.અલગ અલગ વિષયોમાં દેશના લગભગ  ૫.૧૭ લાખ વિદ્યાર્થીઓએ ફેબુ્રઆરી મહિનામાં ગેટની પરીક્ષા આપી હતી.

મોટાભાગના ટોપર્સ વિદ્યાર્થીઓએ જાહેર સાહસોમાં નોકરી કરવાની અને જો નોકરી ના મળે તો આઈઆઈટીમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.કેટલાક વિદ્યાર્થીઓએ તો ગેટ પરીક્ષા પાસ કરવા માટે એક વર્ષનો ડ્રોપ પણ લીધો હોવાનુ કહ્યુ હતુ.ગેટ પાસ કરીને  માસ્ટર્સ કરનારા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર મહિને ૧૨૫૦૦ રુપિયા સ્ટાઈપેન્ડ પણ અપાતુ હોય છે.

માહી શાહ

એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઓલ ઈન્ડિયા રેન્ક ૨૭

ધુ્રવ પટેલ

કેમિકલ એન્જિનિયરિગ, ઓલ ઈન્ડિયા રેન્ક ૩૬

પવન બાબુ

એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઓલ ઈન્ડિયા રેન્ક ૪૨

ચિરંજીત દાસ, 

એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઓલ ઈન્ડિયા રેન્ક ૫૮

હરિલ બાડમલિયા

એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઓલ ઈન્ડિયા રેન્ક ૫૮

જય ડાભી

પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, ઓલ ઈન્ડિયા રેન્ક ૬૩


Tags :