વડોદરા આરટીઓએ દિવાળીપુરામાં કોર્ટ પાસેની જમીનની માગ કરી
૨૦,૦૦૦ ચોરસ મીટરમાં ઓફિસ, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને પાર્કિંગ તૈયાર થશે
વડોદરા,તા.૦૬ ફેબુ્રઆરી ૨૦૧૯, ગુરૃવાર
વડોદરાની આરટીઓ ઓફિસ શહેરથી ૨૦ કિ.મી. દૂર આવેલી છે ઉપરાંત ત્યાં પહોંચવા માટે અરજદારોએ નેશનલ હાઇ વે ક્રોસ કરવો પડે છે. આ બે મુશ્કેલીને પાર કર્યા પછી પણ ત્યાં કામ થશે જ તેવી કોઇ ગેરન્ટી નથી હોતી જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે અને આ અંગે થઇ રહેલી ફરિયાદો બાદ વડોદરાના સિટી એરિયાઆમાં પણ એક આરટીઓ ઓફિસ શરૃ કરવાનો નિર્ણય થોડા સમય પહેલા લેવાયો હતો.
આ માટે આરટીઓ અધિકારીઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક સાધીને ઓપન પ્લોટની માગણી કરી હતી. કોર્પેરેશને બતાવેલા ઓપન પ્લોટ પૈકી અકોટા ગાર્ડનની બાજુના પ્લોટની પંસદગી કરવામાં આવી હતી. જો કે આ પ્લોટ પર અકોટાના ધારાસભ્ય સીમા મોહિલેની પણ નજર છે અને તેઓએ સૂચના આપી દીધી કે અહી તેઓ પ્રપોઝલ મુકવાના છે એટલે આરટીઓએ આ પ્લોટ તરફ નજર ના કરવી.
એટલે આરટીઓ અધિકારીઓએ પુનઃ પ્લોટની શોધખોળ શરૃ કરી હતી. જેમાં ઓ.પી.રોડ પર દિવાળીપુરામાં કોર્ટ બિલ્ડિંગની બાજુમાં ખાલી પડેલા પ્લોટની માગણી આરટીઓ દ્વારા કરાઇ છે. આરટીઓ અધિકારીએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે અમારે ઓછામાં ઓછી ૨૦,૦૦૦ ચોરસ મીટર જગ્યાની જરૃર છે. જેમાં ૫૦૦૦ ચોરસ મીટર જમીન પર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. ૧૦,૦૦૦ ચોરસ મીટર જમીન પર પાસિંગ અને અન્ય કામ માટે આવતા વાહનોને પાર્ક કરવાની જગ્યા ફાળવવામાં આવશે અને બાકીના ૫૦૦૦ ચોરસ મીટરમાં ઓફિસનું બાંધકામ થશે. હાલમાં દરજીપુરા ખાતે જે ઓફિસ છે તે ૪૦,૦૦૦ ચોરસ મીટર છે. દિવાળીપુરામાં નવી ઓફિસ ચાલુ થઇ ગયા બાદ ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહનોને દરજીપુરા સુધી ધક્કો ખાવો નહી પડે. દરજીપુરા ખાતે માત્ર ટ્રક અને બસ જેવી હેવી વ્હિકલની જ કામગીરી થશે.