Get The App

વડોદરા: જમીન માલિકને મિલ્કત ખાલી કરવા જાનથી મારી નાખવાની ધમકી

Updated: Jan 25th, 2023

GS TEAM

Google News
Google News
વડોદરા: જમીન માલિકને મિલ્કત ખાલી કરવા જાનથી મારી નાખવાની ધમકી 1 - image

વડોદરા,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં નવી કોર્ટની સામે આવેલ મિલ્કત આરોપીઓએ પચાવી પાડવાના પ્રયાસ સાથે મિલ્કત ઉપર ઘસી જઇ જમીન માલિકને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશ પિલ્લઈ રીયલ એસ્ટેટનો વેપાર કરે છે. તેમના કબજા ભોગવટા વાળી રેવન્યુ સર્વે નંબર 224 વાળી જમીન અકોટા ખાતે આવેલી છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ મૈયત ફિદાહુસેન ગુલામહુસેન મોમીન સહિતનાઓ વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા જમીનનો પંચ કયાસ કરવામાં આવ્યો હતો. આ આ મિલકતનો કબજો અમારો હોવા છતાં મિલકત ખોટી રીતે પચાવી પાડવાના ઇરાદે પાવર ઓફ એટર્નીથી બાનાખત કરનાર કિરીટભાઈ ઠક્કરનો દીકરો નેવિલ ( રહે - આણંદ) તેના સાગરીત મનોજસિંગ ગજેન્દ્રસિંગ ઠાકુર (રહે- રામચંદ્રની ચાલ, સયાજીગંજ )એ વિવાદિત મિલકત ઉપર આવી મને ધમકી આપી હતી કે, આ મિલકત ખાલી કર અને કાલથી તું અહીં દેખાઈશ તો જાનથી મારી નાખીશું .ઉપરોક્ત ફરિયાદના આધારે ગોત્રી પોલીસે નેવીલ તથા મનોજસિંહ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :